<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th January 2026

સુદર્શન સેતુ ઉપર રીલ બનાવતા ઇશમ વિરૂધ્‍ધ કાર્યવાહી કરતી ઓખા મરીન પોલીસ

 

ખંભાળીયાઃ તા. ૧પ, ઉતરાયણના તહેવાર અનુશંધાને પેટ્રોલીંગ દરમ્‍યાન સુદર્શન સેતું ઉપર ફોરવીલ કાર ચાલક ગીરીશભાઇ વીરાભાઇ પરમાર રહે. બુઢડા, તા. શહોર(ભાવનગર) વાળા પોતાની ફોરવીલ કાર સુદર્શન સેતુ ઉપર રીલ બનાવવા સારૂ ભયજનક રીતે ચલાવતા મળી આવતા ઓખા મરીન પોલીસે કાર ચાલક વિરૂધ્‍ધ કાયદેશર કાર્યવાહી કરી વાહન જપ્ત કરી કાયદાનું ભાન કરાવેલ છે. આ કામગીરી (૧) આર.આર.ઝરૂ, પો. સબ-ઇન્‍સ. (ર) હિમતભાઇ આર. ઝેઝરીયા, પો. હેડ કોન્‍સ. (૩)અજીતભાઇ એચ. મેર પો. કોન્‍સ.એ કરી હતી.

(1:25 PM IST)