<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th January 2026

ગુજરાતમાં અરબ સાગરથી વહેતા પવનો ઠંડીના રૌદ્ર સ્‍વરૂપને રોકી રહ્યા છે

શું આ માસના અંતિમ દસકામાં મજબુત ડબલ્‍યુ ડીના કારણે ગુજરાતના કચ્‍છ કે અન્‍ય વિસ્‍તારોમાં માવઠું થશે ?

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા.૧પ, હાલ ગુજરાત પર ઉત્તર દિશાના અતિ ઠંડાગાર પવાનોને બદલે અરબ સાગર પરથી વહેતા પવનોને રાજયમાં વહી રહ્યા હોઇ, જેથી અન્‍ય રાજયોમાં કોલ્‍ડવેવ-શિતલહેર જેવી રૌદ્ર ઠંડીથી ગુજરાત બાકાત રહે છે. મતલબ કે રાહતવાળી ઠંડીનું વાતાવરણ છે.

આઇએમડીના ટેનડેઝ ફોરકાસ્‍ટ મોડેલ મેપ્‍સમાં આગામી ર૩ તારીખ સુધી પવનોની દિશા આ મુજબ જ ગુજરાત માટે જોવા મળી રહી છે. ઉપરાંત ર૦ તારીખ બાદ નવા મજબુત વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સનું આગમન થશે ત્‍યારે કચ્‍છમાં કમોસમી માવઠું થવાની સંભાવના દ્રશ્‍યમાન થઇ રહી છે.

આ જો કે લોન્‍ગ પીરીયડ ફોરકાસ્‍ટ મોડેલ મેપ્‍સ હોઇ તેમાં ફેરફારો થવાની સંભાવના રહે છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, આ પહેલા રાજયના ઘણા વિસ્‍તારોમાં જે  કમોસમી માવઠું થયુ હતું તે એક મજબુત વેસ્‍ટન ડિસ્‍ટર્બન્‍સને કારણે જ થયું હતું અને હવે ફરી એક નવું મજબુત ડબલ્‍યુડી આવનાર છે. અરબ સાગરના ભેજવાળા પવનો થી ધુમ્‍મસ-ઠાર વગેરે અસરો વતાવરણમાં જોવા મળી શકે છે.

(11:58 AM IST)