News of Thursday, 15th January 2026
ખંભાળિયામાં વાહન ડીટેઇન કરતા બબાલઃ એક શખ્સ સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ
પોલીસકર્મીઓને આડકતરી ધમકી આપી, સોફા સળગાવી નાખ્યા...!

રાજકોટ, તા.૧૫: ખંભાળિયામાં જિલ્લા ટ્રાફિક પી.આઇ. તરીકે ફરજ બજાવતા એમ.ડી. મકવાણા નામના પોલીસ અધિકારી અન્ય પોલીસ જવાનો સાથે ગઇકાલે જ ે ગઈકાલે સોમવારે ખંભાળિયા - જામનગર હાઈવે પર કંચનપુર ગામના પાટીયા પાસે ચેકિંગ કાર્યવાહી કરી રહ્યા હતા. ત્યારે આ માર્ગ પર જી.જે. ૧૦ એ.જી. ૩૬૭૭ નંબરના મોટરસાયકલ લઈને નીકળેલા એક શખ્સને અટકાવી ચેકિંગ કરતા ફેન્સી નંબર પ્લેટ તેમજ લાયસન્સ અને જરૂરી કાગળ ન હોવા સબબ આ વાહન ડીટેઈન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ દરમિયાન બાઇક ચાલક એવા ચંદુ અરજન રૂડાચ (ઉ.વ. ૪૨, રહે. ગોવિંદ તળાવ, શક્તિનગર, ખંભાળિયા) ને ખંભાળિયામાં મિલન ચાર રસ્તા વિસ્તારમાં આવેલી ટ્રાફિક શાખાની કચેરી ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેણે બોલાચાલી કરી અને મોટરસાયકલ ડીટેઈન ન કરવા તેમજ ‘મારી સામે ના પડતા. નહીંતર હું ' ‘ચારણના ચોરા'માં ફેસબુક ઉપર તમારી ટ્રાફિક પોલીસને બદનામ કરીશ. તમારી ટ્રાફિક પોલીસના પટ્ટા-ટોપી ઉતારી ન દઉં તો મારું નામ ચંદુ રૂડાચ નહીં મેં ભૂતકાળમાં ઘણા પોલીસને સસ્પેન્ડ કરાવેલ છે. અને મેં ચારણના ચોરામાં ફેસબુક ઉપર પોલીસને સીધી કરેલ છે'' - વિગેરે બાબતે પોલીસને આડકતરી ધમકી આપી હતી.
આ પછી પોલીસ કચેરીમાં બેઠેલા ચંદુ રૂડાચે પોતાના જેકેટના ખિસ્સામાંથી એક પ્રવાહી ભરેલી નાની બોટલ કાઢી અને ટ્રાફિક કચેરીમાં રહેલા સોફા ઉપર છાંટવા લાગ્યો હતો. ત્યાર બાદ તેણે ખિસ્સામાંથી બાકસ કાઢી અને સળગતી દિવાસળી સોફા પર નાખતા સોફામાં આગ લાગી હતી. આ ઉપરાંત અન્ય ઓફિસ ફર્નિચર પર પણ પ્રવાહી છાંટવાની કોશિશ કરતાં પોલીસ કર્મચારીઓએ તેમને અટકાવી બોટલ ઝૂંટવી લીધી હતી. આગ લાગતા તાત્કાલિક ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી.
આમ, પોલીસ કર્મચારીઓને આડકતરી રીતે ધમકી આપીને પોલીસ ફરજમાં અડચણ ઊભી કરવા ઉપરાંત સરકારી મિલકતને સળગાવીને નુકસાની કરવા સહિતની જુદી જુદી બાબતે પી.આઈ. એમ.ડી. મકવાણાની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે આરોપી ચંદુ અરજન રૂડાચ સામે બી.એન.એસ.ની જુદી જુદી કલમ સાથે પબ્લિક પ્રોપર્ટી ટુ ડેમેજ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી દ્વારા હાથ ધરવામાં આવી છે. (
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
