<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th January 2026

બગદાણામાં કોળી સમાજના યુવક ઉપર હુમલાના વિરોધમાં ચાર વ્‍યક્‍તિઓનો આત્‍મવિલોપનનો પ્રયાસ

બગદાણાના નવનીતભાઈ બાળધીયાને ન્‍યાય અપાવવાની માંગ સાથે આત્‍મ વિલોપનનો પ્રયાસ કરતા પોલીસ દ્વારા અટકાયત

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા. ૧પ : ભાવનગર જિલ્લાના બગદાણામા કોળી સમાજના યુવક ઉપર હુમલાના વિરોધમાં આજે ચાર વ્‍યક્‍તિઓએ આત્‍મ વિલોપનનો પ્રયાસ કરતા દોડધામ મચી ગઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ આજે બપોરે બગદાણાના નવનીતભાઈ બાળધીયાને ન્‍યાય આપવવા ની માંગ સાથે ચાર વ્‍યક્‍તિઓએ આત્‍મ વિલોપનનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તમામની અટકાયત કરી છે.

ભાવનગરના બગદાણાના કોળી યુવાન નવનીતભાઈ ઉપર થયેલ હુમલાના ચકચારી બનાવો અંગે આજે બગદાણા ખાતે ચાર યુવાનોએ આત્‍મ વિલોપન નો પ્રયાસ કર્યો હતો.જોકે

યુવાનો દિવાસળી ચાંપે તે પહેલાં જ પોલીસે દબોચી લીધા આ બનાવ અંગે મળતી માહિતી મુજબ, બગદાણા વિવાદમાં લાંબા સમયથી ન્‍યાયની માગ કરી રહેલા કોળી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજરોજ  ચાર યુવાનો એકાએક એકઠા થયા હતા અને ન્‍યાયની માંગ સાથે સૂત્રોચ્‍ચાર શરૂ કર્યા હતા. આ યુવાનો પોતાની સાથે જ્‍વલનશીલ પદાર્થ લઈને આવ્‍યા હતા અને આત્‍મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. ઘટનાસ્‍થળે હાજર પોલીસ કાફલાએ યુવાનો દિવાસળી ચાંપે તે પહેલાં જ તેમને દબોચી લીધા હતાં. પોલીસે ચારેય યુવકોની અટકાયત કરી છે અને પરિસ્‍થિતિ વધુ ન વણસે તે માટે તેમને તાત્‍કાલિક કોઈ ગુપ્ત સ્‍થળે ખસેડવામાં આવ્‍યા છે.

આ અંગે કોળી સમાજના આગેવાન અને એડવોકેટ કિશન મેરે જણાવ્‍યું કે, આજરોજ બગદાણા મુકામે કોળી સમાજના યુવાનો નવનીતભાઈને ન્‍યાય માટે આત્‍મવિલોપન કરવાના હતા, ત્‍યારે પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી. કેટલાક આગેવાનોની પોલીસ તંત્ર દ્વારા અડધી રાતે ધરપકડ કરવામાં આવી તો અમુક લોકોની આગલા દિવસે ધરપકડ કરવામાં આવી. ત્‍યારે મારે આ પોલીસ તંત્રને કહેવું છે કે, તમે આટલી મોટી સંખ્‍યામાં કોળી સમાજના આગેવાનોની ધરપકડ કરો છો, તો આ કેસમાં સાચા આરોપીની ધરપકડ કેમ નથી કરતા?

આમ  બગદાણા નો બનાવ વધુ ઉગ્ર બન્‍યો છે. (રહીમ વસાયા-મહુવા) 

(3:30 PM IST)