News of Thursday, 15th January 2026
જામનગર સાયબર ક્રાઈમની ટીમે બેંક ખાતાની કમિશન કીટ મેળવીને સાયબર ફ્રોડ આચરતા જામનગરના ચાર આરોપીઓને ઝડપી લીધા :જુઓ વિડીયો
ચારેય આરોપીઓ પાસેથી રૂપિયા પાંચ લાખની રોકડ: ૯ એટીએમ કાર્ડ: ૪ મોબાઈલ ફોન:૧૧ બેંકની પાસબુક- ચેકબુક સહિતનું સાહિત્ય કબજે કર્યું

જામનગર: જામનગર સહિત ના શહેરોમાં છેલ્લા કેટલાક સમયથી સાયબર ફ્રોડના બનાવવા નું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ઉપરી અધિકારીની મળેલી સૂચનાના અનુસંધાને જામનગરની સાયબર ક્રાઈમની ટીમ દ્વારા જામનગરના જ ચાર આરોપીઓ ને આવા ગુનામાં ઝડપી લઇ બે દિવસના રિમાન્ડ પર લેવાયા છે. જેઓ પાસેથી રૂપિયા પાંચ લાખની રોકડ રકમ, ચાર નંગ મોબાઈલ ફોન, ૯ નંગ એટીએમ કાર્ડ તથા ચેકબુક પાસબુક સહિતનું સાહિત્ય કબ્જે કર્યું છે.
જામનગરની સાયબર ક્રાઈમ પોલીસે જામનગર પંથકના હરદેવસિંહ લખુભા કેર, જયોતપાર્કમાં રહેતા લલીત રમેશભાઈ સાંગાણી, ધરારનગર-૧ પાસે સતગુરૂ સોસાયટીમાં રહેતા મહંમદહનીફ સુલેમાન મોડા, ખંભાળિયા નાકા બહાર ન્યૂ સ્કૂલ પાછળ ના વિસ્તાર માં રહેતા હર્ષ અનિલભાઈ જોઈસર નામના ચાર વ્યક્તિને ઝડપી લીધા હતા. જે તમામને અદાલત સમક્ષ રજૂ કરી બે દિવસના રિમાન્ડ પર લેવાયા છે.
ઉપરોક્ત ચારેય શખ્સો જુદા જુદા બેંક ખાતા ની કીટ કમીશન પર મેળવી સાયબર ફ્રોડ આચરતા મૂળ રાજસ્થાનના અને હાલમાં ફિલિપાઈન્સ દેશમાં રહેતા મૂળ રાજસ્થાનના રાજ ચંપાવત નામના શખ્સ કે જેણે કેટલાક વ્યક્તિઓ સાથે ફ્રોડ આચર્યાની વિગતો મળતાં તપાસ શરૂ કરવામાં આવી હતી. ઉપરોક્ત શખ્સને આવા પ્રકારની રકમ પહોચતી કરવામાં જામનગરના ચારેય શખ્સોએ સાથ આપ્યો હતો. પોલીસ દ્વારા તમામ ને વધુ પૂછપરછ ચલાવાઇ રહી છે.
આ કામગીરી જામનગરના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઈ આઈ.એ. ધાસુરા તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
(8:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
