<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

સુરેન્‍દ્રનગરમાં અજાણી મહિલાની લાશ મળી

 

વઢવાણ, તા.૧૬: સુરેન્‍દ્રનગરના  ખમીશણા નજીક આવેલા પંપીંગ સ્‍ટેશનમાં મહિલાનો મળતદેહ મળી આવ્‍યો છે સ્‍થાનિક લોકો દ્વારા આ મુદ્દે પોલીસને જાણ કરી અને ત્‍યાં બોલાવી અને મળતદેહ પાણીમાં તરતા હોવાની માહિતી આપવામાં આવી હતી. જોકે સીટી પોલીસ કે તાત્‍કાલિક દોડી જઈને મહિલાના મળતદેહને પંપિંગ સ્‍ટેશનમાંથી બહાર કાઢી અને ત્‍યારબાદ સિવિલ હોસ્‍પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્‍યો હતો ત્‍યારે હજુ સુધી આ મહિલાની ઓળખ થઈ નથી ત્‍યારે નર્મદાની કેનાલના પંપીંગ સ્‍ટેશનમાંથી મહિલાનો મળતદેહ મળી આવ્‍યો હોવા મુદ્દે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મહિલા કેમ કેનાલમાં પડી તે પણ એક તપાસનો વિષય છે.

(11:25 AM IST)