News of Friday, 16th January 2026
ચોટીલાના ડાક વડલામાં ફોરેસ્ટની વીડ વિસ્તારની જમીનમાં સંતાડેલ ૩૮૪ દારૂની બોટલ મળી

વઢવાણ, તા.૧૬ઃ સુરેન્દ્રનગરના નાનીમોલડી પોલીસ દ્વારા ડાકવડલા નજીક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ફોરેસ્ટ વિભાગની વીડ વિસ્તારમાં વિલેજ બીટ નાની મોલડી માં પણ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં જયસુખ ભીખાભાઈ મેર રહે ડાકવડલા તાલુકો ચોટીલા દ્વારા ડાક વડલા ગામની ફોરેસ્ટ વીડ વિસ્તારમાં પાવરની નીચે ગેરકાયદેસર રીતે અલગ અલગ બ્રાન્ડની ૩૮૪ જેટલી દારૂની બોટલો સંતાડવામાં આવી હોવાનો ધડાકો થયો હતો.
આ મુદ્દે દરોડા પાડી અને ૩૮૪ જેટલી બોટલો જપ્ત કરવામાં આવી હતી અને ૩૮,૪૦૦ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી બુટલેગરો દ્વારા હવે ફોરેસ્ટ વિભાગની જમીનોમાં પણ દારૂ સંતાડવામાં આવી રહ્ના છે તે પ્રકારની ઘટનાઓ સુરેન્દ્રનગરમાં બની રહી છે.
(11:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
