<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

તાલાલા નજીક બાઇક સ્‍લીપ થતા પાછળ બેઠેલા જયાબેનનું મોત

દસ દિવસ પહેલા બનાવઃ મહિલાએ રાજકોટની સિવિલ હોસ્‍પિટલમાં દમ તોડી દીધો

રાજકોટ તા. ૧૬: તાલાલા ચોકડી પાસે બાઇક સ્‍લીપ થતા બાઇકની પાછળ બેઠેલી મહિલાને ઇજા થતા તેને રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. ત્‍યાં તેનું ગઇકાલે સારવાર દરમ્‍યાન મોત નિપજયું હતું. મળતી વિગત મુજબ વેરાવળના ઇણાજ ગામમાં રહેતા જયાબેન ખીમાભાઇ વાળા (ઉ.વ. ૪પ) ગત તા. પના રોજ મોટર સાયકલ પાછળ બેસીને જતા હતા ત્‍યારે તાલાલા ચોકડી પાસે મોટર સાયકલ સ્‍લીપ થતા પાછળ બેઠેલા ઇલાબેન પડી જતા તેને માથા તથા શરીરે ઇજા થઇ હતી બાદ તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. ત્‍યાં તેનું ગઇકાલે સારવાર દરમ્‍યાન મોત નિપજયું હતું. આ બનાવ અંગે પ્રભાસ પાટણ પોલીસે તપાસ હાથ ધરી છે

(11:19 AM IST)