હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જસદણના રાણીંગપર ગામે ઘોડી ખેલવવાની ના પાડતા બે ભાઇઓ સહિત ત્રણ ઉપર ખૂની હુમલો
૧૭ શખ્સો ધોકા-પાઇપ સાથે તૂટી પડયાઃ ભાડલા પોલીસે પાંચ શખ્સોને ઝડપી લીધા

રાજકોટ તા. ૧પ :.. જસદણના રાણીંગપર ગામે ધોડી ખેલવવાના મનદુઃખ બાબતે બે ભાઇઓ સહિત ત્રણ ઉપર ૧૭ શખ્સોએ ધોકા-પાઇપ સાથે તૂટી પડી ખૂની હુમલો કર્યો હતો. બનાવ અંગે ભાડલા પોલીસે ગુન્હો દાખલ કરી પ શખ્સોની ધરપકડ કરી હતી.
મળતી વિગતો મુજબ વિપુલભાઈ જેમાભાઈ મકવાણા ઉ.વ.૩૦ ધંધી ખેતી રહે,રાણીગપર તા.જસદણએ આરોપી (૧) વિક્રમભાઈ મેરામભાઇ રોજાસરા રહે રાણીગપર, (ર) રવિભાઈ વિક્રમભાઈ રોજાસરા રહે રાણીગપર, (૩) જગદીશભાઈ ઉર્ફે જલો વિક્રમભાઈ રોજાસરા રહે રાણીંગપર, (૪) સેઘાભાઈ વિક્રમભાઈ રોજાસરા રહે રાણીંગપર, (૫) વિશાલભાઈ લાલજીભાઈ સાબલીયા રહે વેરાવળ ગામ, (૬) તુષારભાઈ લાલજીભાઈ સાંભળ્યા રહે વેરાવળ ગામ, (૭) વિસુભાઈ રોજાસરા રહે ભોજપરી ગામ તા. ચોટીલા તેમજ અજાણ્યા ૮ થી ૧૦ આરોપીઓ રહે.ભોજપરી તથા ગુંદા ગામ સામે ભાડલા પોલીસ મથકમાં ફરીયાદ કરી છે.
ફરીયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓ ફરીયાદીના ગામે બે ઘોડી તથા એક વછેરી લઈ કુદાવતા હોય જે બાબતે ફરીયાદીને અજાણ્યા આરોપીઓને ઘોડી કુદાવવાની ના પાડતા ફરીયાદી સાથે બોલા-ચાલી કરી જપા-જપી કરી જતા રહેલ બાદમાં થોડી વાર પછી તે બાબત નુ મન દુઃખ રાખી આરોપી નં (૧) થી (૭) તથા આઠ થી દસ અજાણ્યા આરોપીઓ પુર્વ આયોજીત કાવતરૂ રચી લાકડાના ધોકા તથા લોખંડના પાઈપ જેવા પ્રાણઘાતક હથિયાર ધારણ કરી ગે.કા મંડળી રચી આઠ-નવ મોટર સાયકલ લઈને વાડીએ આવી ફરીયાદીને તથા સાહેદ રમેશ તથા સાહેદ વિજયને જાનથી મારી નાખવાના ઈરાદે શરીરે તથા માથાના ભાગે આડે-ઘડ ધોકા-પાઈપ વડે માર મારી ફરીયાદીને
શરીરે મુઢ ઈજા તથા મોઢાના જડબાના ભાગે મુઢ ઈજા તથા જમણા પગે ફેક્ચર જેવી ઈજા તથા ફરીયાદીને ભાઈ સાહેદને શરીરે મુઢ ઈજા તથા જમણા પગે પાંચ ટાકા જેટલી ઈજા તથા ફરીયાદીના ભત્રીજાને શરીરે તથા માથાના ભાગે મુઢ ઈજા પહોચાડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ભાડલા પોલીસે આ ફરિયાદ અન્વયે ઉકત તમામ સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો તળે ગુન્હો દાખલ કર્યો હતો. પી.આઇ. કે.વી. પરમાર તથા સ્ટાફે ગણતરીના કલાકોમાં જ ખૂની હૂમલો કરના વિક્રમ, રવિ, જગદીશ, સેઘા તથા તુષારની ધરપકડ કરી હતી. જયારે અન્ય શખ્સોની શોધખોળ હાથધરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
