<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

ગિરીશ ભીમાણી સામે પોલીસ ફરિયાદ કરોઃ અમરેલીમાં એબીવીપીની માંગ

કોલેજના ગેઇટ ઉપર આગેવાનો-કાર્યકરો ઉભા રહી ગયાઃ પ્રોફેસરો, વિદ્યાર્થીઓને બહાર ન નીકળવા દીધાઃ અચોક્કસ મુદત સુધી શિક્ષણ ઠપ્‍પઃ પોલીસ દ્વારા બેઠકોનો ધમધમાટ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૧૬: અમરેલી કોલેજની છાત્રાઓ સાથે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ગિરીશ ભીમાણીના કથિત છેડતી પ્રકરણમાં ભારે વિરોધ વંટોળ ઉભો થયો છે. ગઇકાલે રાજકોટમાં ગિરીશ ભીમાણીનુ મોઢુ કાળુ કર્યા બાદ આજે અમરેલીની કોલેજમાં એબીવીપીના આગેવાનો, કાર્યકર્તાઓએ હોબાળો મચાવ્‍યો હતો. અને ગિરીશ ભીમાણી સામે એફઆઇઆર કરવાની માંગ બુલંદ થઇ હતી.

આબુમાં બનેલી કથીત ઘટનામાં સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં પહેલેથી વિવાદાસ્‍પદ રહેલા ડો. ગીરીશ ભીમાણીએ કરેલા કૃત્‍યના ઘેરા પડઘા અમરેલીમાં પડયા છે. એબીવીપી દ્વારા વિરોધ વ્‍યકત થયાની સામે આજે બીજા દિવસે અમરેલીમાં કોલેજ ખાતે એબીવીપીના ભીષ્‍મ ભરાડ સહિતના કાર્યકરો આગેવાનોએ દોડીજય ઉગ્ર રજુઆત કરી હતી. જયાં સુધી ગીરીશ ભીમાણી સામે એફઆઇઆર ના નોંધાય ત્‍યા સુધી શિક્ષણનો બહિષ્‍કાર કરવા આપેલ ચીમકી મુજબ આજે  કોલેજનું શિક્ષણ કાર્ય ઠપ થઇ ગયુ હતું. ગેટ ઉપર એબીવીપીએ કબ્‍જો લઇ કોલેજના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓને બહાર નિકળવા દિધા ન હતા. પોલીસને જાણ કરાતા ડી.વાય.એસ.પી. સહિત સીટી પીઆઇ અને પોલીસ સ્‍ટાફ કોલેજ દોડી આવ્‍યો હતો અને વિદ્યાર્થીઓને પુછપરછ કરી રજુઆતો સાંભળી હતી. બાદમાં ટ્રષ્‍ટીઓ સાથે બેઠક યોજી પરામર્શ કરીયા હતા. આ લખાય છે તયારે આચોકસ મુદત સુધી શિક્ષણ ઠપ અને પોલીસ દ્વારા બેઠકોનો ધમધમાટ શરૂ થયો હતો કોલેજ કેમ્‍પર્સ પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયુ હતું. દરમ્‍યાન કોઇ યુવતીઓની છેડતી જેવા બનાવ બનતા રોકવા કેમ તે અંગે પોલીસ બંધ બારણે યુવતીઓની પુછપરછ કરી હતી હજુ સુધી એફઆઇઆર બાબતે કોઇ નિર્ણય થયો નથી.

બીજી તરફ બનાવનું સ્‍થળ આબુનું અને આંતર રાજય ગણાય તેથી સવાલ એ છે કે આબુની ઘટના આંતર રાજયને કારણે ગુજરાત પોલીસ પોલીસના ચોપડે લઇ શકશે કે કેમ? તેવા અનેક સવાલ ઉઠયા છે. આ બનાવમાં વાલી કે વિદ્યાર્થીનીઓ આગળનો આવેતો પોલીસ ફરીયાદી બનશે કે કેમ. તેવા અનેક સવાલો ઉઠયા છે

(3:16 PM IST)