હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 16th January 2026
મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમા ભારતીય જનતાપાર્ટીના ભવ્ય વિજયને વધાવતુ મોરબી ભાજપ
ફટાકડા ફોડી, એક બીજાના મોં મીઠા કરાવી ઉજવણી કરી.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભજપનો વિજય થતા આ વિજય ને વધાવવા વિજયોત્સવ મનાવવા આજ રોજ મોરબી જિલ્લા ભાજપ કાર્યલય ખાતે પાર્ટી ના હોદેદારો,આગેવાનો,કાર્યકરો ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
આ તકે જીલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી,જીલ્લા ભાજપ પ્રમુખ જેન્તીભાઇ રાજકોટીયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જીલ્લા બક્ષીપંચ પ્રમુખ નિર્મલભાઈ જારીયા, જીલ્લા અનુ. મોર્ચા પ્રમુખ બાબુભાઇ પરમાર સહિતના આગેવાનો, કાર્યકરોએ ફટાકડા ફોડી, એકબીજાના મોં મીઠા કરાવ્યા હતા.
આ તકે ભાજપ અગ્રણીઓએ મોરબી સહીત ગુજરાતમાં પણ આવનારી સ્વરાજ્યની ચૂંટણીમાંભાજપનો વિજય પતાકા લહેરાશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
(6:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
