<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપના થયેલા વિજયને વધાવવા માટે જામનગર શહેર ભાજપ દ્વારા ઉજવણી

શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મહામંત્રી વિજયસિંહ જેઠવા, મેયર વિનોદ ખીમસુરિયાં, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, શાસકપક્ષ નેતા આશિષ જોશી, સ્ટે. કમિટી ચેરમેન્ટ નિલેશ કગથરા, દંડક કેતન નાખવા, શિક્ષણસમિતિ ચેરમેન પરષોત્તમભાઇ કકનાણી, પૂર્વ ધારાસભ્યો, પૂર્વ પ્રમુખો, પૂર્વ મેયરો, કોર્પોરેટરો, વોર્ડ સમિતિના સભ્યો સહિતના જોડાયા

જામનગર : મહારાષ્ટ્રમાં બૃહદમુંબઈ મહાનગર પાલિકા (બી.એમ.સી.) ની ચૂંટણી યોજાઈ હતી, જેમાં મહારાષ્ટ્રમાં ૧૫ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ બી.એમ.સી. સહિત કુલ ૨૯ મહાનગરપાલિકાઓ માટે મતદાન યોજાયું હતું. જેની ૧૬ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ મતગણતરી કરવામાં આવી હતી.

 મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી સાથેના ગઢબંધનના થયેલા ભવ્ય વિજયને વધાવવા માટે શહેર ભાજપા જામનગર દ્વારા શહેર ભાજપ કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી.
આ ઉજવણી માં ભારતીય જનતા પાર્ટી શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મહામંત્રી વિજયસિંહ જેઠવા, મેયર વિનોદ ખીમસુરિયાં, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, શાસકપક્ષ નેતા આશિષ જોશી, સ્ટે. કમિટી ચેરમેન્ટ નિલેશ કગથરા, દંડક કેતન નાખવા, શિક્ષણસમિતિ ચેરમેન પરષોત્તમભાઇ કકનાણી, પૂર્વ ધારાસભ્યો, પૂર્વ પ્રમુખો, પૂર્વ મેયરો, કોર્પોરેટરો, વોર્ડ સમિતિ ના સભ્યો, વોર્ડ પ્રભારીઓ, સેલ મોરચા ના અધ્યક્ષ સહીત કાર્યકર્તાઓ વિશાળ સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.



 

(8:21 PM IST)