News of Friday, 16th January 2026
પાટીદાર વૂમન્સ ગ્રુપના બે સભ્યો દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને રાશન કીટ વિતરણ.
જન્મદિવસ નિમિત્તે જુપડપટ્ટીના બાળકોને પ્રેમપૂર્વક નાસ્તો કરાવવામાં આવ્યો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : પાટીદાર વૂમન્સ ગ્રુપના સભ્યો ચંદાબેન કાબરા અને કાજલબેન આદ્રોજા દ્વારા શહેરના ઝૂપડપટ્ટી વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદ પરિવારોને રાશન કીટનું વિતરણ કર્યું હતું.
તે જ સાથે, કાઝલબેન આદ્રોજા દ્વારા તેમના પતિ રાજેશભાઈ આદ્રોજાના જન્મદિવસ નિમિત્તે જુપડપટ્ટીના બાળકોને પ્રેમપૂર્વક નાસ્તો કરાવવામાં આવ્યો હતો. આ પહેલ દ્વારા તેમણે પોતાના જન્મદિવસને સેવા અને સંવેદનશીલતાના ઉદાહરણરૂપ ઉજવ્યો હતો. આ સેવાકાર્યમાં ચંદાબેન કાબરા, કાજલબેન આદ્રોજા, સાધનાબેન ઘોડાસરા, અલ્પાબેન કાસુંદ્રા,આસાબેન પટેલ, પૂજાબેન પટેલ, સોભનાબેન કણસાગરા,નિરૂબેન સરડવા અને ભારતીબેન રંગપરિયા જોડાયેલા હતા.
(10:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
