<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

મોરબીના રાજપર ગામે ગોડાઉનમાંથી મહારાષ્ટ્ર પોલીસે ૩૨૦ ગુણી સોપારી જપ્ત કરી.

ડાઉન ભાડે રાખીને અહીં આ સોપારીનો જથ્થો સંગ્રહિત કર્યો હતો તેની તથા ટ્રકના ચાલક અને ટ્રકના માલિકની શોધખોળ શરૂ

( પ્રવિણ વ્યાસ દ્વારા )  મોરબીના રાજપર ગામે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ દ્વારા સર્ચ રેડ કરવામાં આવી હતી અને ત્યાં તપાસ કરતા રાજપર ગામે ગોડાઉનમાંથી તેઓના પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચીટીંગ કરીને મેળવવામાં આવેલી ૩૨૦ ગુણી સોપારી મળી આવતા સોપારી જપ્ત કરી હતી અને રાજપરના એક શખ્સ તથા જે તે વખતે ટ્રકના માલિક અને ચાલકની શોધખોળ શરૂ કરી છે.

    મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ સંતોષ મિસ્લે બાતમીને આધારે તપાસ માટે મોરબી આવ્યા હતા અને અહીં મોરબી તાલુકાના રાજપર ગામે તપાસ કરતા અહીં લક્ષ્મણભાઈ રવજીભાઈ નકુમનું ગોડાઉન ભાડે રાખીને તેમાં ડેનિસ કાંતિલાલ મારવાણીયા (રહે. રાજપર તા.મોરબી) એ સોપારીનો જથ્થો સંગ્રહિત કરીને રાખ્યો હતો. 

   વધુમાં જાણવા મળતી માહિતી પ્રમાણે મહારાષ્ટ્ર ખાતેથી ચીટીંગ કરીને આ ૩૨૦ ગુણી સોપારી ટ્રક નંબર જીજે ૧૯ એકસ ૪૪૬૨ માં લાવવામાં આવ્યો હોય હાલ આ સોપારીનો જથ્થો મહારાષ્ટ્ર પોલીસે તેઓના ટ્રક નંબર એમએચ ૧૮ એસી ૨૨૯૯ માં ભરીને મહારાષ્ટ્ર ખાતે રવાના કરેલ છે.અને આ કેસમાં રાજપર ગામના ડેનિસ કાંતિલાલ મારવાણીયા કે જેને ગોડાઉન ભાડે રાખીને અહીં આ સોપારીનો જથ્થો સંગ્રહિત કર્યો હતો તેની તથા ટ્રકના ચાલક અને ટ્રકના માલિકની શોધખોળ શરૂ કરેલ હોવાનું મોરબી તાલુકા પોલીસ સૂત્રોએ જણાવેલ છે.


 

(11:28 PM IST)