<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

ઢુંવા નજીક કારખાનામાં સફાઈ કામ કરતી વખતે કન્વેયર બેલ્ટમાં સાડી ફસાતા મહિલાનું મોત.

વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : વાંકાનેર તાલુકાના ઢુંવા માટેલ રોડ પર આવેલ સનહાર્ટ સિરામિક કારખાનામાં સફાઈ કામ કરતી વેળાએ મધ્યપ્રદેશના વતની કમલાબાઈ મનિરામભાઈ સોન (ઉ.45 ) નામની મહિલાની સાડી કન્વેયર બેલ્ટમાં આવી જતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.


 

(11:29 PM IST)