<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th January 2026

કચ્છમાં મધરાત્રે ધરા ધ્રુજીઃ ખાવડા નજીક ૪.૧ની તીવ્રતાનો ભૂકંપઃ ૨૪ કલાકમાં ત્રીજો આંચકોઃ લોકો ઘરની બહાર દોડયા

ભર ઊંઘમાંથી લોકો સફાળા જાગી ગયાઃ ખાવડાથી ૫૫ કિલોમીટર દુર કેન્દ્રબિંદુ નોંધાયુંઃ ફોલ્ટલાઈન સક્રિય થતાં સતત આંચકાથી સરહદી પંથકમાં ભયનો માહોલ

ભુજ તા.૧૭ઃ ભૂકંપના અત્યંત સંવેદનશીલ ઝોન-૫માં આવતા કચ્છ જિલ્લામાં ફરી ઍકવાર ધરા ધ્રુજતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. કચ્છના ખાવડા પંથકમાં મધરાત્રે આવેલા ભૂકંપના શક્તિશાળી આંચકાઍ લોકોને ગાઢ નિંદ્રામાંથી જગાડી દીધા હતા. છેલ્લા ૨૪ કલાકમાં કચ્છમાં આ ત્રીજો આંચકો અનુભવાતા સ્થાનિક લોકોમાં ફફડાટ જોવા મળી રહ્ના છે.
ગાંધીનગર સ્થિત ઈન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (આઈઍસઆર) દ્વારા જાહેર કરવામાં આવેલી સત્તાવાર વિગતો મુજબ, રાત્રે ૧ વાગ્યા અને ૨૨ મિનિટે ૪.૧ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી ૫૫ કિલોમીટર દૂર ઉત્તર-ઉત્તરપૂર્વ દિશામાં જમીનથી ૧૧.૬ કિલોમીટરની ઊંડાઈઍ નોંધાયું છે. સામાન્ય રીતે ૧૦ થી ૧૫ કિલોમીટરની ઊંડાઈઍ ઉદ્બવતા ભૂકંપના આંચકાની અસર સપાટી પર વધુ તીવ્રતાથી અનુભવાતી હોય છે, જેના કારણે ખાવડા તેમજ તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધ્રુજારી અનુભવાઈ હતી.
સોશિયલ મીડિયા અને સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, રાત્રિના સુમસામ સમયમાં અચાનક ધરતી હચમચી ઉઠતા લોકો ભયના માર્યા પોતપોતાના ઘરોમાંથી બહાર ખુલ્લી જગ્યામાં દોડી આવ્યા હતા. ખાસ કરીને જૂના અને કાચા મકાનોમાં રહેતા લોકોમાં વિશેષ ચિંતા જોવા મળી હતી. 
જોકે, પ્રાથમિક અહેવાલો મુજબ આ ઘટનામાં કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના સમાચાર પ્રાપ્ત થયા નથી.
ઉલ્લેખનીય છે કે, કચ્છમાં છેલ્લા ઍક દિવસથી ભૂગર્ભીય ગતિવિધિ તેજ બની છે. આ મોટો આંચકો આવ્યા પહેલાં પણ નાના આંચકાઓ નોંધાયા હતા, આમ ૨૪ કલાકમાં કુલ ત્રણ વખત ધરતી કંપતા વહીવટી તંત્ર પણ સતર્ક બન્યું છે. 
નિષ્ણાતોના મતે કચ્છમાં આવેલી વિવિધ ફોલ્ટલાઈન પર સમયાંતરે આવી ગતિવિધિઓ સામાન્ય છે, પરંતુ ૪.૧ની તીવ્રતાનો આંચકો નોંધપાત્ર ગણાય છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને જિલ્લા તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

(2:57 PM IST)