News of Saturday, 17th January 2026
મેંદરડાના ૭ કિમીના વિસ્તારમાં વહેલી સવારે ૫ વાગ્યે ગુંજી ઉઠયો ‘શ્રીરામ જય રામ જય જય રામ' નો નાદ
ખાખી મઢીના મહંત મહામંડલેશ્વર સુખરામદાસ બાપુએ સનાતન ધર્મની પરંપરા મુજબ પ્રભાત ફેરી શરૂ કરાવી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૧૭: મેંદરડાના ૭ કિલોમીટરના વિસ્તારમાં મકરસંક્રાંતિની વહેલી સવારે ૫ વાગ્યે ૅશ્રી રામ જય રામ જય જય રામૅનો નાદ ગુંજી ઉઠ્યો હતો. ખાખી મઢીના મહંત મહામંડલેશ્વર સુખરામદાસ બાપુએ સનાતન ધર્મની પરંપરાને જાળવી રાખવા માટે પ્રભાત ફેરી શરૂ કરાવી છે. આ પ્રભાત ફેરી મેંદરડા ગામના ૭ કિલોમીટર વિસ્તારમાં ગલીએ ગલીએ ફરી શ્રીરામના નામનો ગુંજારવ કરે છે. જેનાથી ગામમાં પોઝિટિવ ઉર્જા સાથે ધાર્મિક વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. ધીમે ધીમે પ્રભાતફેરીમાં જોડાનાર લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો હોવાનું ખાખી મઢીના મહંત મહામંડલેશ્વર સુખરામદાસ બાપુએ જણાવ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વર્ષો પહેલાં ગામેગામ વહેલી સવારે પ્રભાત ફેરી નીકળતી હતી. આ પ્રભાત ફેરીમાં ભગવાનના નામની ધૂન બોલાતી હતી. એ રીતે સમાજ અને યુવા પેઢીને ધર્મ પ્રત્યે, સનાતન પ્રત્યે જાગળત કરવાનું કામ સાધુ - સંતો કરતા હતા. કાળક્રમે પ્રભાત ફેરીઓ બંધ થઈ ગઈ. આજની પેઢીને પ્રભાત ફેરી એટલે શું? તેની પણ કદાચ ખબર નહીં હોય. ત્યારે ખાસ કરીને યુવા પેઢી સનાતન ધર્મની રક્ષા માટે આગળ આવે તે માટે યુવાનોને જાગળત કરવા જરૂરી છે. ત્યારે આ જાગળતિ વર્ષોની પરંપરા મુજબ પ્રભાત ફેરીથી લાવી શકાય તેમ છે. માટે જ મેંદરડામાં મકરસંક્રાંતિના પાવન દિવસથી જ પ્રભાતફેરી શરૂ કરવામાં આવી છે. વહેલી સવારે ૫ વાગ્યે શરૂ થઈ પ્રભાતફેરી ૬:૩૦ વાગ્યા સુધીમાં ૭ કિલોમીટરના વિસ્તારમાં ફરે છે અને રામ નામનો ગુંજારવ કરે છે. પ્રભાતફેરી કરવાથી અનેક ફાયદા થાય છે. એકતો ર્મોનિંગ વોક થઈ જાય છે, વહેલી સવારે શુદ્ધ ઓક્સિજન મળે છે, રામ નામના જાપથી પોઝિટિવ ઉર્જા ઉત્પન્ન થતા પવિત્ર ઓરા વાતાવરણમાં પ્રસરે છે. ત્યારે ધાર્મિક વાતાવરણને કારણે ગામમાં સુખ, શાંતિ, સમળદ્ધિ અને લોકોની તંદુરસ્ત જળવાઈ રહે છે. આ પ્રભાતફેરીમાં નાના બાળકોથી લઈને ૮૦ વર્ષના વળદ્ધો પણ જોડાય છે. હાલમાં દર શનિવારે પ્રભાત ફેરી કરવામાં આવે છે. પરંતુ યુવાનોનો ઉત્સાહ વધતા અને યુવાનો વધુને વધુ જોડાઈ રહ્યા હોય હવે દર શનિવાર ઉપરાંત અગિયારસ જેવા ધાર્મિક તહેવારોમાં પણ પ્રભાતફેરી કરી સનાતન ધર્મની ધ્વજાને ફરકાવવામાં આવશે તેમ ખાખી મઢી આશ્રમના મહંત મહામંડલેશ્વર સુખરામદાસ બાપુએ જણાવ્યું હતું.
(10:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
