<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th January 2026

માંડવીમાં પેરાસેઈલિંગ તાલીમમાં આભને આંબવા NCC કેડેટ્‍સની ઊંચી ઉડાન

જામનગર હેડક્‍વાર્ટરના ૫૯૪ કેડેટ્‍સ સાહસિક પડકાર ઝીલવા સજ્જ, બટાલિયન ભુજ દ્વારા આયોજિત દસ દિવસીય કેમ્‍પ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૭: જામનગર એનસીસી ગ્રુપ હેડક્‍વાર્ટર્સના વિવિધ યુનિટ તથા બટાલિયનના આર્મી તથા નેવી વિંગ્‍સના કેડેટ્‍સ ૧૪ થી ૨૩ જાન્‍યુઆરી ૨૦૨૬ દરમિયાન માંડવી (કચ્‍છ) ખાતે યોજાયેલા દસ દિવસીય સંયુક્‍ત વાર્ષિક તાલીમ શિબિર દરમિયાન ૩૬ ગુજરાત બટાલિયન એનસીસી ભુજ દ્વારા આયોજિત  રોમાંચક પેરાસેઈલિંગ તાલીમમાં ભાગ લઈ રહ્યા છે. યુવા કેડેટ્‍સમાં નેતળત્‍વશક્‍તિ અને ટીમવર્કના ગુણો વિકસાવવા,  શારીરિક તથા માનસિક તંદુરસ્‍તી પ્રત્‍યે જાગળત કરવા અને સાહસિક પ્રવળતિઓ માટે પ્રોત્‍સાહિત કરવા એનસીસી દ્વારા આ સાહસિક તાલીમનું આયોજન કરવામાં આવ્‍યું છે.

પ્રમાણિત તાલીમકારની નિષ્‍ણાત દેખરેખ હેઠળ, કેડેટ્‍સને પેરાસેઈલિંગના મૂળભૂત સિદ્ધાંતો શીખી રહ્યા છે; જેમાં સલામતીના પગલાં, સાધનોનું સંચાલન અને હવાઈ નેવિગેશનનો સમાવેશ થાય છે. આ સાહસિક અનુભવે કેડેટ્‍સને ડરને દૂર કરવા, તેમની મર્યાદાઓનું પરીક્ષણ કરવા અને દરિયાકિનારાથી ઉપર ઉડાન ભરતા આત્‍મવિશ્વાસ વધારવાનો પડકાર ઝીલવા ઙ્કેરિત કર્યા છે.

૩૬ ગુજરાત એનસીસી બટાલિયન  ભુજના કમાન્‍ડિંગ ઓફિસર કર્નલ વિકાસ પ્રભાકરે કેડેટ્‍સના પ્રદર્શન અને ઉત્‍સાહ પર ગર્વ વ્‍યક્‍ત કરતા જણાવ્‍યું હતું કે, આ યુવા કેડેટ્‍સે અસાધારણ હિંમત અને શિસ્‍તનું પ્રદર્શન કર્યું છે. પેરાસેલિંગ એ માત્ર એક સાહસિક રમત નથી પરંતુ નેતળત્‍વ, નિર્ણય લેવાની ક્ષમતા અને ભયને દૂર કરવા જેવા મહત્‍વપૂર્ણ જીવન કૌશલ્‍યો વિકસાવવા માટેનું એક પ્‍લેટફોર્મ છે. આ કેમ્‍પમાં યુદ્ધ તથા કટોકટીના સમયે માહિતીનું આદાન પ્રદાન, ડ્રોન સ્‍પોટિંગ અને ફ્‌લાઇંગ, નાગરિક સંરક્ષણ, પ્રાથમિક સારવાર વગેરે વિષયો અંગે પણ કેડેટ્‍સને ખૂબ ઉપયોગી તાલીમ આપવામાં આવી રહી છે

(10:45 AM IST)