<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th January 2026

ગોંડલના જયરાજસિંહ જાડેજા પરીવાર દ્વારા ખોડલધામમાં ધ્‍વજારોહણઃ આગેવાનો તથા સંતો મહંતો ઉપસ્‍થિત

 

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૧૭: જેતપુર  નજીક નાં કાગવડ સ્‍થિત પવિત્ર યાત્રાધામ  ખોડલધામ મંદિર ખાતે પુર્વ ધારાસભ્‍ય જયરાજસિહ જાડેજા પરીવાર દ્વારા ધ્‍વજારોહણ કરાયું હતુ. જયરાજસિહ ઉપરાંત તેમના ધર્મપત્‍નિ ધારાસભ્‍ય ગીતાબા તથા પુત્ર ગણેશભાઈ સહિતનાં પરીવારે શ્રધ્‍ધા અને આસ્‍થા પુર્વક ખોડલધામ ખાતે ધ્‍વજા ચડાવી માઁ ખોડલનાં ચરણો માં શિશ ઝુકાવી નમન કર્યા હતા.

વિક્રમ સંવત ૨૦૮૨ના શુભ વર્ષમાં આયોજિત આ મહોત્‍સવમાં  ધારાસભ્‍ય રમેશભાઈ ટીલાળા, ભરતભાઈ બોઘરા અને જયેશભાઈ રાદડિયા સહિતના મહાનુભાવોની  ઉપસ્‍થિતિમાં સાંજે ૪:૦૦ કલાકે માતાજીના શિખર પર ભક્‍તિભાવપૂર્વક ધ્‍વજારોહણ કરવામાં આવ્‍યું હતું. પૂર્વ ધારાસભ્‍ય જયરાજસિંહજી જાડેજા, ધારાસભ્‍ય ગીતાબા જાડેજા અને યુવા અગ્રણી ગણેશભાઈ જાડેજાના નિમંત્રણથી આ ધાર્મિક અવસરે મોટી સંખ્‍યામાં ભાવિકો ઉમટી પડ્‍યા હતા. આ પ્રસંગે અલ્‍પેશભાઈ ઢોલરીયા, અશોકભાઈ પીપળીયા, બાવભાઈ ટોળીયા તેમજ વિવિધ રાજકીય અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ અને નગરજનો પણ બહોળી સંખ્‍યામાં હાજર રહ્યા હતા.

શ્રદ્ધાળુઓએ માં ખોડલના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્‍યા હતા અને સમગ્ર સંકુલ જય માં ખોડલના નાદથી ગુંજી ઉઠ્‍યું હતું

(10:47 AM IST)