News of Saturday, 17th January 2026
આટકોટ જુના બસ સ્ટેન્ડ પાસે સવારે ટેન્કર માંથી ધુમાડા નિકળ્યા

આટકોટ,તા.૧૭: જુના બસ સ્ટેન્ડ પાસે સવારે રાજકોટ તરફથી પેટ્રોલ ડીઝલ ભરેલ ટેન્કરમાં અચાનક ધુવાડા નિકળતાં ગભરાટ ફેલાયો હતો બસ સ્ટેશન પાસે આ ટાંકો ઉભો રહેતાં આજુબાજુના દુકાન લારી વાળા જોઈ તાત્કાલિક દોડી આવ્યા હતા ૧૧૨ પણ દોડી આવી હતી પણ બાજુંનાં પેટ્રોલ પંપ નાં માણસો ફાયર લય જતાં જાણવાં મળ્યું કે ટાયર પાસે નું બેરીગ સ્પાર્ક થતા આ ધુવાડા નિકળતાં હતાં જેથી લોકો એ રાહતની લાગણી ફેલાઈ હતી જોકે મોટી દુર્ઘટના ટળી હતી કારીગર દ્વારા પાણી નો છંટકાવ કરી અને ગાડી આગળ લય તેની કામગીરી હાથ ધરી હતી જેથી સ્થાનિક લોકોમાં રાહત ફેલાઈ ગઈ હતી.
(10:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
