<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th January 2026

વઢવાણમાં પાણી બાબતે જગમાલ જાખીયા પર માસિયાઇ ભાઇ સહિતનો હુમલો

 

રાજકોટ તા. ૧૭: વઢવાણના ધર્મતળાવની બાજુમાં રહેતા યુવાનને તેનાજ માસિયાઇ ભાઇ સહિત ત્રણ શખ્‍સોએ ધારીયા વડે હુમલો કરી ઇજા કરતા તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો છે. મળતી વિગત મુજબ વઢવાણના ધર્મતળાવની બાજુમાં રહેતો જગમાલ મીઠાભાઇ જાખીયા (ઉ.વ.ર૮) ગઇકાલે પોતાના ઘરે હતો ત્‍યારે તેની પત્‍ની ચંદા અને પાડોશમાં રહેતા માસીયાઇ ભાઇ રમેશની પત્‍ની શારદા બંને પાણી બાબતે ઝઘડો કરતા હોઇ તેથી જગમાલ ઘરની બહાર આવતા તેના માસીયાઇ ભાઇ દશરથ, રમેશ અને અનીલ સહિતના શખ્‍સોએ ઝઘડો કરી ઉશ્‍કેરાઇ જઇ ધારીયા વડે હુમલો કરતા જગમાલને માથાના ભાગે ઇજા થઇ હતી બાદ તેને સારવાર માટે વઢવાણ બાદ વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. આ અંગે વઢવાણ પોલીસે તપાસ હાથ ધરી છે.

(1:11 PM IST)