News of Saturday, 17th January 2026
સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડી ઘટીઃ ગિરનાર ૬, નલીયા ૧૦.૪, અમરેલી ૧૦.૮ ડીગ્રી
લઘુતમ તાપમાનમાં વધારો થતા લોકોને ઠંડકમાંથી રાહત મળતા હાશકારોઃ વહેલી સવારે ઝાકળવર્ષા

રાજકોટ, તા., ૧૭ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે ઠંડીમાં ઘટાડો થયો છે. આજે ગિરનાર ઉપર ૬, નલીયામાં ૧૦.૪, અમરેલી ૧૦.૮ , રાજકોટ ૧૩.૩, જામનગરમાં ૧ર ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ : આજે સવારે તાપમાનમાં વધારો થતા ગિરનાર પર્વત ઉપર ઠંડી ઘટીને ૬ ડિગ્રી નોંધાઈ હતી.
ગઈકાલે ગિરનાર પર્વત ઉપર લઘુતમ તાપમાન ૩ ડિગ્રી રહ્યા બાદ આજે સવારે પારો ઉપર ચડીને ૬ ડિગ્રીએ સ્થિર થતા ગિરનારની યાત્રાએ આવેલા પ્રવાસીઓ સહિતના લોકોએ ઠંડીથી આંશિક રાહત અનુભવી હતી.
ગિરનાર પર તાપમાન વધવાની સાથે જૂનાગઢનો લઘુતમ તાપમાન પણ સવારે વધીને ૧૧ ડીગ્રી નોંધાયું હતું. ત્રણ ડિગ્રી ઠંડી ઘટી હતી પરંતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને ૮૫ ટકા થઈ જતા વ્હેલી સવારે ઝાકળવર્ષા થઇ હતી. સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ ૩ કિલોમીટરની રહેવા પામી હતી.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ગોહીલવાડ પંથકમાં લઘુતમ તાપમાન વધુ બે ડીગ્રી વધતા ઠંડીમાં ઘટાડો થયો છે. આજે શનિવારે ભાવનગર શહેરનું લઘુતમ તાપમાન ૧૬ ડીગ્રી નોંધાયું હતું. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૩ ટકા હતુ. જયારે પવનની ઝડપ ૮ કી.મી. પ્રતિ કલાકની રહેવા પામી હતી.
જામનગર
(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧ર, મહતમ તાપમાન ર૭, ભેજનું પ્રમાણ ૮૪ ટકા, પવનની ગતી ૩.૩ કી.મી. રહી છે
કયાં કેટલી ઠંડી
શહેર લઘુતમ તાપમાન
ગિરનાર પર્વત ૬.૦ ડીગ્રી
અમદાવાદ ૧૪.૫ ડીગ્રી
અમરેલી ૧૦.૮ ડીગ્રી
બરોડા ૧પ.૪ ડીગ્રી
ભાવનગર ૧૬.૪ ડીગ્રી
ભુજ ૧૪.૮ ડીગ્રી
ડીસા ૧ર.૪ ડીગ્રી
દીવ ૧૧.૮ ડીગ્રી
દ્વારકા ૧૭.૬ ડીગ્રી
ગાંધીનગર ૧ર.૬ ડીગ્રી
જામનગર ૧ર.૦ ડીગ્રી
કંડલા ૧૩.૯ ડીગ્રી
નલિયા ૧૦.૪ ડીગ્રી
ઓખા ૧૯.૪ ડીગ્રી
પોરબંદર ૧ર.૮ ડીગ્રી
રાજકોટ ૧૩.૩ ડીગ્રી
સુરત ૧પ.૮ ડીગ્રી
વેરાવળ ૧૬.પ ડીગ્રી
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
