News of Saturday, 17th January 2026
પાટણવાવમાં જેટકોના રીએકટરની ચોરી કરનાર તસ્કર ગેંગની રૂરલ એલસીબીએ ઝડપી લીધી
પકડાયેલ પ શખ્સોએ જુનાગઢ, અમરેલી અને ગોંડલની ચોરી કબુલીઃ અન્ય ૪ સાગ્રીતોની શોધ

તસ્વીરમાં પકડાયેલ તસ્કર ગેંગ ચોરાઉ સામાન સાથે નજરે પડે છે.
રાજકોટ, તા., ૧૭: પાટણવાવમાં જેટકો કંપનીના ૧.૧૭ લાખના ત્રણ રીએકટરની ચોરી કરનાર તસ્કર ગેંગને રૂરલ એલસીબીએ ઝડપી લીધી હતી. પકડાયેલ તસ્કર ગેંગે જુનાગઢ, અમરેલી અને ગોંડલની ચોરીની કબુલાત આપી છે.
ગઇ તા.૦૯ ના રોજ પાટણવાવ પાસે આવેલ જેટકો જી.ઈ.બી. ૬૬ કે.વી. સબ સ્ટેશનમાં જુનીયર ઇજનેર તરીકે ફરજ બજાવતા ગૌરાંગભાઇ કેશવજીભાઇ વાઢીયા એ જાહેર કરેલ કે, પાટણવાવ જેટકો જી.ઈ.બી. ૬૬ કે.વી સબ સ્ટેશનમા આવેલ ૧૧ કે.વી. કેપીસેટર બેંકના ત્રણ રીએક્ટર જેની કી રૂ. આશરે ૧,૧૭,૦૦૦/- ની ચોરી થયાની પાટણવાવ પોલીસમાં ફરીયાદ કરતા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરે ઉપરોક્ત ગુન્હાનો ભેદ ઉકેલવા સુચના આપેલ હોય જે અન્વયે એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સપેક્ટર વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ એચ.સી.ગોહીલ તથા આર.વી.ભીમાણના માર્ગદર્શન હેઠળ રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ની અલગ-અલગ ટીમોએ હ્યુમન સોર્સીસ તથા ટેકનીલક સોર્સીસ થી મળેલ સંયુક્ત હકીકત આધારે ે આરોપીઓને ગુન્હામા ઉપયોગમા લીધેલ વાહનની સાથે ૬ આરોપીઓ અટક કરેલ આરોપીઓ(૧) કાટીયો ઉર્ફ કટી ઉર્ફ અશોક નરશીભાઇ વિરમગામીયા જાતે દે.પુ. ઉ.વ. ૩૫ રહે. મોરબી વીસીપરા તા.જી.મોરબી મુળ રહે. ગામ કંકાવટી તા ધાંગંધ્રા જી. સુરેન્દ્રનગર(૨) આકાશ સુરેશભાઇ વિકાણી જાતે દે.પુ. ઉ.વ. ૨૪ રહે. રાજકોટ માધાપર ચોકડી દ્રારકાધીશ પેટ્રોલપંપ પાછળ મુળ રહે. મોરબી લીલાપર રોડ તા.જી.મોરબી(૩) ઘનશ્યામ રાજુભાઇ હળવદીયા જાતે દે.પુ. ઉ.વ. ૨૬ રહે. મોરબી લીલાપર રોડ સાત હનુમાન મંદીર પાસે તા.જી.મોરબી મુળ રહે. વઢવાણ કુષ્ણનગર પાણીની ટાંકી પાસે જી સુરેન્દ્રનગર(૪) શંભુભાઈ કરશનભાઈ ખાવડીયા જાતે દે.પુ. ઉ.વ. ૩૮ રહે. ધાંગ્રધ્રા વાદીપરા ત્રણ માળીયા પાછળ રાજપર રોડ તા. ધાંગ્રધ્રા જી સુરેન્દ્રનગર(૫) વિજયભાઈ ઉર્ફે કાળીયો વિનોદભાઈ સોલંકી જાતે દે.પુ. ઉ.વ. ૨૮ રહે. મોરબી વીસીપરા મેઇનરોડ હનુમાનજીના મંદીર સામે તા.જી.મોરબી.(૬) કાયદા ના સંઘર્ષમાં આવેલ બાળક
જયારે આ તસ્કર ગેંગના (૧) દીપક કેશુભાઇ ડેરવાણીયા રહે. મોરબી (૨) શાયર દલસુખભાઇ મકવાણા રહે. રાજકોટ (૩) અરુણ વજુભાઇ વિરમગામીયા રહે અમદાવાદ (૪) કરણ ઓઘાભાઇ ભુતીયા રહે. મોરબી પકડાયેલા તસ્કર ગેગને પાટણવાવની ચોરી ઉપરાંત આજથી આશરે દોઢેક માસ પહેલા ગોંડલના રીબડા ગામ પાસે એક જી.ઈ.બી.ના ટાવર માંથી કોપર વાયર ની ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ છે. તેમજ ગઇ તા.૧૨/૦૧/૨૦૨૬ ના રોજ જી.ઈ.બી. ના સબ સ્ટેશન માંથી રીએકટરની ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ છે.
આ કાર્યવાહી રૂરલ સીબીના એ.એસ.આઇ બાલકળષ્ણભાઇ ત્રીવેદી, શક્તિસિંહ જાડેજા, અનીલભાઈ ગુજરાતી, ઇંન્દ્રવિજયસિંહ જાડેજા, જયવિરસિંહ રાણા, રવિભાઇ બારડ, બ્રિજરાજસિંહ જાડેજા, રોહીતભાઈ બકોત્રા, તથા પો.હેઙકોન્સ અરવિંદસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ જાડેજા, રસીકભાઇ જમોડ, કૌશીકભાઇ જોષી, હરેશભાઇ પરમાર, ભગીરથસીંહ જાડેજા મનોજભાઈ બાયલ, નીલેશભાઈ ડાંગર તથા પો.કોન્સ મહીપાલસિંહ જાડેજા, પ્રકાશભાઈ પરમાર, ભાવેશભાઇ મકવાણા, મીરલભાઇ ચંદ્રવાડીયા, વિજયભાઇ સીંહાર તથા ડ્રા. પો.કોન્સ. અબ્દુલભાઇ શેખ સહિતનાએ કરી હતી.
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
