News of Saturday, 17th January 2026
અમરેલી વિદ્યાસભા છેડતી પ્રકરણઃ ગિરીશ ભીમાણી સામે પોલીસમાં અરજી
છેડતીના સીસીટીવી ફુટેજ સાથે અખિલ વિદ્યાર્થી પરિષદ દ્વારા કાર્યવાહી કરવા માંગણી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૧૭: અમરેલી વિદ્યાસભાની બીસી એ કોલેજની આબુ ખાતે ટુર દરમિયાન વિદ્યાર્થીની સાથે પૂર્વ નિયામક દ્વારા છેડતીની ઘટના વિદ્યા સભા દ્વારા દબાવી દેવા અનેક ધમ પછાડા સામે ભારે વિરોધના અંતે તપાસ કરવા અરજી પોલીસમાં થવા પામી હતી.
અમરેલી વિદ્યાસભા કોલેજના પૂર્વ નિયામક ગિરીશ ભીમાણી વિદ્યાર્થીનીઓ માઉન્ટ આબુ પ્રવાસે ગઈ હતી ત્યારે તે ત્યાં પહોંચ્યો હતો અને વિદ્યાર્થીનીઓ સાથે અ શોભનીય વર્તન અને છેડતી કરી હતી આવો આક્ષેપ એબીવીપી દ્વારા કરવામાં આવ્યો હતો.
કોલેજ દ્વારા મામલાની ગંભીરતા જોઈ ગત ૧૩ મીના ભીમાણીને તમામ પદ પરથી દૂર કરી દેવામાં આવ્યો હતો, પરંતુ વિદ્યાસભા દ્વારા મામલો દબાવવામાં આવ્યો હોય આ કાંડે ઉપગ્રહ સ્વરૂપ ધારણ કર્યું હોય, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ગત તા.૧૬ ના કોલેજના કેમ્પમાં ઘેરાવ કરી ઉગ્ર પ્રદર્શન કરી ગિરીશ ભીમાણી હાય હાયના નારા અને રામધૂન બોલાવી હતી અંતે વિદ્યાસભાના મંત્રી ચતુરભાઈ ખૂટે પોલીસમાં તપાસ માટે અરજી કરવામાં આવી છે બીજી તરફ એબીવીપી દ્વારા ગિરીશ ભીમાણી સામુ કાર્યવાહી ન થતા સંસ્થાની નિષ્ક્રિયતા સામે ગંભીર આક્ષેપો કરી ભીમાણી સામો સખત કાર્યવાહી કરવા પોલીસમાં અરજી કરી ગુનો નોંધવા માંગ કરી છે.
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
