<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th January 2026

પોરબંદરના દરિયામાં ફિશરીઝ એકટનો ભંગ કરીને માછીમારી કરતી હોડી ઝડપાઇ

 

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૭: ફિશરીઝ એકટનો ભંગ કરીને માછીમારી કરતો હોડીને મીયાણી મરીન પોલીસે જપ્ત કરીને હોડીના ટંડેલ સામે કાર્યવાહી કરી છે.

ગ્રામ્‍ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી સુરજીત મહેડુ ના માર્ગદર્શન હેઠળ મિયાણી મરીન પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સ. વી.પી. પરમાર નાઓ જળ સીમમાં નાનુ પીલાણુ (નાની હોડી) નં. જેએનડી-જીજે-રપ-એમઓ-પ૧૩૩ બિનઅધિકૃત અને ગેર કાયદેસર રીતે એલ.ઇ.ડી. લાઇટનો ઉપયોગ કરી ગેર કાયદેસર રીતે માછીમારી કરતા મળી આવતા પીલાણાના ટંડેલ વિરૂધ્‍ધમાં મિયાણી મરીન પોલીસ સ્‍ટેશનમાં ગુજરાત મત્‍સ્‍યધોગ અધિનિયમ-ર૦૦૩ ના કાયદાની કલમ-ર૧(૧)(ચ) મુજબનો ગુન્‍હો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવેલ છે.

ગેરકાયદે ફિશીંગ પકડવાની મીયાણી મરીન પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સ. વી.પી. પરમાર તથા પોલીસ કોન્‍સ. બાબુભાઇ જીવણભાઇ શાંખર રોકાયેલ હતા.

(12:09 PM IST)