News of Saturday, 17th January 2026
કલ્યાણપુરના હરીપર ગામે બે શસ્ત્ર સાથે ઝડપાયો

ખંભાળીયાઃ તા.૧૭, દરમિયાન એ.એસ.આઈ. સજભા જાડેજા અને અરજણભાઈ ચન્દ્રાવાડીયા, કલ્યાણપુર તાલુકાના હરીપર ગામે રહેતા હાલ તેની હરીપર-ખીજદળ ગામ તરફ જતા રસ્તે મછુઆઇ માતાજીના મંદીર નજીક આવેલ તેની વાડી-ખેતર પાસેના સરકારી જમીનમાં બાવળોની કાંટાળી જાળીઓમાં શીકાર કરવાના હેતુથી ખરાબામાં ે પરવાના વગરના ગેરકાયદેસર રીતેના દેશી હાથ બનાવટની પીસ્ટલ અને દેશી હાથ બનાવટનો તમંચો લઇને શિકાર કરવાની પેરવી કરી રહેલ હોવાની હકીકત અંગઝડતીમાંથી પેન્ટના નેડામાં બંને તરફ સંતાડી રાખેલ દેશી હાથ બનાવટની પીસ્ટલ અને તમંચો મળી આવતા, (૧) દેશી હાથ બનાવટની પીસ્ટલ કિ.રૂ. ૨૫,૦૦૦/- અને (૨) દેશી હાથ બનાવટનો તંમચો કિ.રૂ.૧૫,૦૦૦/- મુજબના મુદામાલ સાથે પકડી, દિવ્યરાજસીહ જીલુભા જાડેજા, ધંધો-ખેતી, રહે. હરીપર ગામે રામચંન્દ્રજીના મંદીરની બાજુમાંને પકડી પાડેલ છે.
એસ.ઓ.જી.ના પો.ઇન્સ. કે.કે.ગોહિલ સાહેબની રાહબારી હેઠળ પો.સ.ઈ. ડી.એ.વાળા, એ.એસ.આઇ. અરજણભાઈ ચન્દ્રાવાડીયા, સજુભા જાડેજા, કાનાભાઇ માડમ, હેડ કોન્સ. હરદીપસીહ જાડેજા, ડ્રાઇવર એ.એસ.આઇ. લખમણભાઇ આંબલીયા અને હેડ કોન્સ. કિશોરભાઈ ડાંગર અને આર્મર વિક્રમભાઇ રામભાઇ ઓડેદરા, પોલીસ હેડ કવાટર નાઓ જોડાયેલ હતા.
(12:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
