<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th January 2026

ભાવનગરના કુંભારવાડામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો: બોરતળાવ પોલીસે પાંચ આરોપીને ઝડપી લીધા

એક્ટિવા વાહન માંગવા જેવી નાની બાબતે થયેલા ઝઘડામાં 23 વર્ષીય સાહિલભાઈ સૈયદ પર ઘાતક હથિયારો વડે હુમલો કરાયો હતો

ભાવનગર : ભાવનગરના કુંભારવાડામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે.  બોરતળાવ પોલીસે ગણતરીના કલાકોમાં પાંચ આરોપીને ઝડપી લીધા છે. ભાવનગર શહેરના કુંભારવાડા ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં પરમદિવસે મોડી રાત્રે સામાન્ય બાબતમાંથી ઉગ્ર બનેલી તકરાર જીવલેણ સાબિત થઈ હતી. એક્ટિવા વાહન માંગવા જેવી નાની બાબતે થયેલા ઝઘડામાં 23 વર્ષીય સાહિલભાઈ સૈયદ પર ઘાતક હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેમનું કરુણ મોત નીપજ્યું હતું.

(7:12 PM IST)