<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th January 2026

વેરાવળના ઓવર બ્રિજની ધીમી કામગીરીની ફરિયાદ :સ્થાનિક લોકોને ભારે હાલાકી

ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ઓવરબ્રિજના કામની સમીક્ષા કરી

વેરાવળ શહેરના 80 ફૂટ રોડ રોળ અને બંદર રોડ પર ઓવરબ્રિજની ધીમી કામગીરીની ફરિયાદ ઉઠી છે,,ઓવરબ્રિજના કામમાં વિલંબથી વાહનચાલકો અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે, ધીમી કામગીરી બાબતે ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ઓવરબ્રિજની મુલાકાત લીધી હતી ,ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ઓવરબ્રિજના કામની સમીક્ષા કરી હતી અને સંબંધિત તમામ અધિકારીઓને સ્થળ પર બોલાવી કામ ધીમું પડવાનું કારણ અંગે કરી ચર્ચા હતી જનહિતને પ્રાથમિકતા આપી કામમાં ગતિ લાવવા ધારાસભ્યે સૂચના આપી હતી 

(11:44 PM IST)