હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
માળીયા મિયાણામાં વીજપોલના વળતર મુદ્દે ખેડૂતોનો ચક્કાજામ: કંડલા-જામનગર હાઈવે પર વાહનોની કતારો
રાસંગપર ગામે વીજ કંપનીની કામગીરી અને વળતરના પ્રશ્ને ખેડૂતોના વિરોધ પ્રદર્શનને પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો

મોરબી જિલ્લાના માળીયા મિયાણા તાલુકાના રાસંગપર ગામે વીજ કંપનીની કામગીરી અને વળતરના પ્રશ્ને ખેડૂતોનો રોષ ફાટી નીકળ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલા અન્યાયના આક્ષેપો સાથે આજે મોટી સંખ્યામાં ખેડૂતોએ કંડલા-જામનગર હાઈવે પર ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શનને પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને પગલે પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
રાસંગપર ગામના સીમ વિસ્તારમાં પસાર થતી 765 KV વીજ લાઇનના પોલ (ટાવર) ઊભા કરવાની કામગીરી ચાલી રહી છે. આ બાબતે ખેડૂતોએ નીચે મુજબના ગંભીર આક્ષેપો કર્યા છે. વીજપોલ ઊભા કરવા માટે લેવામાં આવેલી જમીન અને તેના કારણે થયેલા પાક નુકસાનીનું વળતર યોગ્ય રીતે મળતું નથી. ખેડૂતોનો આક્ષેપ છે કે ખાનગી વીજ કંપનીના માણસો ખેડૂતો સાથે ગેરવર્તન કરે છે અને કામ અટકાવવા બદલ ધાકધમકી આપે છે. શિયાળુ પાક તૈયાર છે ત્યારે જ કામગીરી હાથ ધરાતા ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે.
ન્યાયની માંગણી સાથે શાંતિપૂર્ણ રજૂઆતો બાદ કોઈ ઉકેલ ન આવતા અંતે ખેડૂતોએ કંડલા-જામનગર હાઈવે બ્લોક કર્યો હતો. હાઈવે પર ખેડૂતો બેસી જતાં વાહન વ્યવહાર થંભી ગયો હતો. ખેડૂતોના આ આંદોલનને સ્થાનિક કોંગ્રેસ સમિતિ દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે. કોંગ્રેસના આગેવાનોએ પણ ખેડૂતોને યોગ્ય વળતર ન મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવાની ચીમકી આપી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
