<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th January 2026

બોટાદના બોટાદનાતુરખા ગામમાં પરિવાર પર થયેલ હુમલામાં મહિલાનું મોત : 15 શખ્શો સામે ફરિયાદ :3 આરોપી ઝડપાયા

બોટાદ DYSP મનીષા દેસાઈ અને પોલીસ કાફલા સાથે ત્રણેય આરોપીઓને ઘટનાસ્થળે લાવી રિકન્સ્ટ્રક્શન કરાવી

બોટાદના તુરખા ગામે થયેલ પરીવાર પર હુમલો અને મહિલાના મોતના કેસમાં 15 આરોપીઓ પૈકી 3 આરોપીઓ ઝડપાયા.  બોટાદ DYSP મનીષા દેસાઈ અને પોલીસ કાફલા સાથે ત્રણેય આરોપીઓને ઘટનાસ્થળે લાવી રિકન્સ્ટ્રક્શન કરાવી ઘટનાની માહિતી મેળવી હતી. 

હુમલામાં નાનીબેન પરમાર નામના મહિલાનું મોત થયું હતું. જ્યારે 4 જેટલા લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. સગીરાને ભગાડી ગયેલ હોવાથી પરીવારે પાળીયાદ પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી જેની દાઝ રાખીને હુમલો કર્યો હતો. પોલીસે 13 નામજોગ તેમજ બે અજાણ્યા શખ્સો મળી કુલ 15 શખ્સો સામે ફરીયાદ નોંધી હતી. 

મળતી માહિતી મુજબ, બોટાદના તુરખા ગામે થયેલ પરીવાર પર હુમલો અને મહિલાનું મોતના કેસમાં 15 આરોપીઓ પૈકી 3 આરોપીઓ ઝડપાયા છે. જેમાં પંકજ મંગા સાગઠીયા, નરેન્દ્ર  મંગા સાગઠીયા, બિપીન ભરત સાગઠીયાની પોલીસે ધરપકડ કરી છે. બોટાદ DYSP મનીષા દેસાઈ અને પોલીસ કાફલા સાથે ત્રણેય આરોપીઓને ઘટનાસ્થળે લાવી રિકન્સ્ટ્રક્શન કરાવી ઘટનાની માહિતી મેળવી હતી. 

15 જાન્યુઆરીએ બોટાદના તુરખા ગામે એક પરિવાર ઘરે હતો તે દરમિયાન 15 જેટલા શખ્સોએ તીક્ષ્ણ હથીયારો સાથે પરીવાર પર કર્યો હતો હુમલો. હુમલામાં નાનીબેન પરમાર નામના મહિલાનું મોત નિપજ્યું હતું જ્યારે 4 જેટલા લોકોને ગંભીર ઇજાઓ પહોચી હતી. સગીરાને ભગાડી ગયેલ જેથી પરીવારે પાળીયાદ પોલીસમા ફરીયાદ નોંધાવેલ જેની દાઝ રાખીને હુમલો કર્યો હતો.પોલીસે 13 નામજોગ તેમજ બેઅજાણ્યા શખ્સો મળી કુલ 15 શખ્સો સામે ફરીયાદ નોંધી હતી.

(5:08 PM IST)