<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th January 2026

મોરબીના જાંબુડિયા ગામે મારામારી પ્રકરણમાં વળતી પોલીસ ફરિયાદ નોંધાઈ

સામાપક્ષે ફરિયાદ નોંધાવતા પોલીસે બંને પક્ષની ફરિયાદને આધારે વધુ તપાસ હાથ ધરી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : જાંબુડિયા ગામે ઈંડાની લારી પાસે માથાકૂટ થતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે બનાવમાં સામાપક્ષે ફરિયાદ નોંધાવતા પોલીસે બંને પક્ષની ફરિયાદને આધારે વધુ તપાસ હાથ ધરી છે.

      મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ જાંબુડિયા ગામની સીમમાં આવેલ મેક્સ ગ્રેનીટો સિરામિકમાં રહીને કામ કરતા અંબારામ ખીમાજી પરમાર (ઉ.વ.૪૩) નામના કોન્ટ્રાકટરે આરોપીઓ મહેશભાઈ અને ચંદ્રકાંતભાઈ રહે બંને જાંબુડિયા તા. મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૫ ના રોજ સાંજના સાડા પાંચ પોણા છ વાગ્યાના અરસામાં આરોપી દુકાને ઈંડા અને દેશી દારૂ વેચે છે જેથી ફરિયાદી ત્યાં જતા તેને કહેવા લાગ્યો કે તું અહી દારૂ લેવા ન આવતો આ મારી જગ્યા છે અહીંથી જતો રહે કહ્યું હતું અને ફરિયાદી અંબારામેં હમણાં જાવ શું તો આરોપીને સારું નહિ લાગતા ઉશ્કેરાઈ જઈને બંને ઇસમોએ ગાળો આપીને ઢીકા પાટું માર મારી લાકડીના ધોકા વડે માર મારી ગાળો આપી હતી મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.


 

(11:11 PM IST)