News of Sunday, 18th January 2026
મોરબી મહાનગરપાલિકાએ બાકી વેરો નહિ ભરનાર આસામીઓની ૮ મિલ્કતો સીલ કરી.
કુલ ૨૦ જેટલા બાકીદારોના સ્થળ પર જઈને વોરંટ બજવણી કરવામાં આવી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં સમાવેશ થતા હોય તેવા આસામીઓને મિલ્કત વેરા શાખા દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ નું વિવિધ પ્રકારનું ઉઘરાણું બાકી હોય તેવા બાકીદારો પાસેથી ટેક્સ વસુલવાની કામગીરી કરવામાં આવી રહી છે અને બાકી વેરો નહિ ભરનાર ૮ બાકીદારોની મિલ્કત સીલ કરવામાં આવી છે.
મોરબી મહાનગરપાલિકાની ટેક્સ શાખા દ્વારા ૦૩-૦૧-૨૦૨૬ થી જે મિલ્કત આસામીઓ દ્વારા વેરો ભરવામાં આવ્યો ના હોય તેની વોરંટ બજવણી કરીને સીલીંગ કામગીરી દર શુક્રવારે કરવામાં આવી રહી છે ગઈકાલે કુલ ૨૦ જેટલા બાકીદારોના સ્થળ પર જઈને વોરંટ બજવણી કરવામાં આવી હતી જેમાં ૮ બાકીદારોની મિલ્કત સીલ કરવામાં આવી છે અન્ય બાકીદારોએ સ્થળ પર રોકડ રકમ અને ચેક મારફત મિલ્કત વેરાની ભરપાઈ કરી આપી હતી.
(11:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
