હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જસદણ વિજ્ઞાન કોલેજ ખાતે સ્કીલ ડેવલપ અને અંગ્રેજી ભાષા માટે ખાસ તાલીમ વર્ગ
કુંવરજીભાઈ બાવળીયાની શિક્ષણ વિભાગમાં રજૂઆત બાદ તાલીમ વર્ગો માટે મંજૂરી:વિધાર્થીઓને રોજગારી મેળવવામાં ફાયદો થશે

(વિજય વસાણી દ્વારા)ગાંધીનગર તા.19 : જસદણ શહેરમાં નવી સરકારી વિજ્ઞાન કોલેજમાં આવતા વિદ્યાર્થીઓ જે વિજ્ઞાન પ્રવાહને લગત અભ્યાસ કરતા હોય છે તેઓનો અભ્યાસ પૂર્ણ થતાં તેમની રોજગારી મેળવવાની ક્ષમતામાં વધારો કરવાના હેતુથી સોફટ સ્કિલ ટ્રેનીંગ, એમ્પ્લોયબીલીટી સ્કિલ અને ફન્કશનલ એન્ડ સ્પોકન ઈંગ્લીશના તાલીમ વર્ગ કુંવરજીભાઈના પ્રયાસોથી મંજૂર થયા છે.
આ તાલીમ વર્ગોમાં કુલ ૮૦ કલાકની કૌશલ્યવર્ધક તાલીમ આપવામાં આવે છે વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને અભ્યાસ પૂર્ણ થયા બાદ વ્યવસાય કે રોજગારીને લગત કુશળતા વિકસાવવા અને અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ પ્રાપ્ત કરી શકે એ માટે શિક્ષણ વિભાગના કે.સી.જી.(નોલેજ કોન્સોર્ટીયમ ઓફ ગુજરાત) ધ્વારા ઉપરોકત વિગતે તાલીમ અંગે ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે.
ધારાસભ્ય અને મંત્રી કુંવરજીભાઈ બાવળીયાને જસદણ-વિંછીયા વિસ્તાના આર્થિક-સામાજીક અને શૈક્ષણિક પછાત વિસ્તારના વિદ્યાર્થીઓને તમામ ક્ષેત્રે વિકસિત થાય એ માટે સતત ચિંતિત રહેતા હોઈ, કે.સી.જી. વિભાગમાં આ વિસ્તારના વિદ્યાર્થીઓને કૌશલ્યવર્ધક તાલીમ આપવા અંગે ભલામણ કરતા જરૂરી ફંડ ફાળવવામાં આવતા સરકારી વિજ્ઞાન કોલેજ જસદણના વિદ્યાર્થીઓમાં હર્ષોલ્લાસ સાથે સ્ટાફગણને વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ વિકાસમાં સહભાગી થવાનો પણ આત્મસંતોષ અનુભવી કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનો આભાર વ્યકત કરેલ છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
