<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th January 2026

દુષ્કર્મનો ભોગ બનેલ ૬ વર્ષની માસૂમ બાળકીને કેમ તાત્કાલિક સારવાર ન આપી? ભુજ કોર્ટ બે સરકારી હોસ્પિટલને ફટકારી નોટિસ

માનવતાને શર્મસાર કરતો કિસ્સો, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અને ચાઇલ્ડ વેલ્ફેર કમિટીના રિપોર્ટને પગલે કોર્ટનું કડક વલણ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૯ : માનવતાને શર્મસાર કરતી દુષ્કર્મની ઘટનામાં ભોગગ્રસ્ત નાની બાળકીને તાત્કાલિક સારવાર આપવામાં નિષ્ફળ કચ્છની બે સરકારી હોસ્પિટલ સામે કોર્ટે કડક વલણ અપનાવી નોટિસ ફટકારી છે. તાજેતરમાં જ શ્રમજીવી પરિવારની ૬ વર્ષની માસૂમ બાળકીને ૨૬ વર્ષના નરાધમ ઢગા મનીષ માંઝીએ પીંખી નાખી હતી. દુષ્કર્મનો ભોગ બનનાર આ નાની બાળકીને સારવાર માટે તેનો પરિવાર જ્યારે પ્રથમ મુન્દ્રાની સરકારી હોસ્પિટલ અને બાદમાં ભુજની મુખ્ય જિલ્લા સરકારી હોસ્પિટલમાં લઈ ગયો ત્યારે બંને હોસ્પિટલોમાં તાત્કાલિક સારવાર મળી નહોતી. આ ગંભીર રિપોર્ટ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અને ચાઇલ્ડ વેલ્ફેર કમિટીએ સ્પે. પોક્સો કોર્ટ ભુજ સમક્ષ રજૂ કર્યો હતો. ન્યાયાધીશ જે.એ. ઠક્કરે આ ગંભીર બેદરકારી સામે કડક વલણ અપનાવી જે તે ગામના આરોગ્ય કેન્દ્ર, મુન્દ્રાની સરકારી હોસ્પીટલ અને ભુજની જિલ્લા સરકારી હોસ્પિટલના જવાબદાર મુખ્ય તબીબને ૨૦ જાન્યુઆરી સુધી ખુલાસો કરવા નોટિસ ફટકારી છે. બીએનએસ કલમ ૨૦૦ હેઠળ આ કાર્યવાહી કરાઈ છે. આ કેસ સંદર્ભે મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજા હાજર રહ્યા હતા.

(9:58 AM IST)