<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th January 2026

મોરબીમાં ડ્રગ્સ સામે પોલીસની લાલ આંખ

સૌરાષ્ટ્રના મોરબી પંથકમાં નશાના કારોબાર સામે પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું છે. મોરબીમાંથી મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને આ કાર્યવાહી કરી હતી. પકડાયેલા આરોપીઓ પાસેથી ડ્રગ્સનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે અને તેઓ આ ડ્રગ્સ ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાના હતા તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

(10:45 AM IST)