<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th January 2026

મોરબી જિલ્‍લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક કલેક્‍ટર કે. બી. ઝવેરીના અધ્‍યક્ષસ્‍થાને યોજાઈ

 મોરબીઃ જિલ્‍લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક કલેક્‍ટર કે.બી.ઝવેરીના અધ્‍યક્ષસ્‍થાને યોજાઈ હતી. આ તકે ધારાસભ્‍ય દ્વારા માર્ગ, વીજળી સહિતના પ્રશ્નો રજૂ કરાયા હતા. જેનું તાકીદે નિરાકરણ લાવવા સબંધિત અધિકારીઓને કલેકટરએ તાકીદ કરી હતી. આ બેઠકમાં કલેકટરએ ઉપસ્‍થિત અધિકારીઓને તમામ સરકારી કચેરી  મકાનોનો રેકોર્ડ રજૂ કરવા, કચેરીઓમાં વિજળી બચાવવા, પ્રાકૃતિક કૃષિને મહત્‍વ આપવા, અધિકારીઓ   કર્મચારીઑએ કચેરીમાં આવતા અરજદારો સાથે સૌજન્‍યપૂર્ણ વ્‍યવહાર કરવા, કચેરીમાં નિયમિતતા  જાળવવા જણાવ્‍યું હતું. અધિક નિવાસી કલેકટર એસ. જે. ખાચરે ઉપસ્‍થિતોનુ સ્‍વાગત અને બેઠકનું સંચાલન કર્યું હતું. આ બેઠકમાં મેડિકલ કોલેજ વિશે કચેરી ડિન નીરજકુમાર બીશ્વાસ વિશ્વાસ દ્વારા પાવર પોઇન્‍ટ પ્રેઝન્‍ટેશન રજૂ કરાયું હતું. આ બેઠકમાં જિલ્‍લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, ધારાસભ્‍ય દુર્લભજીભાઈ દેથરિયા, જીતુભાઈ સોમાણી અને પ્રકાશભાઈ વરમોરા,  જિલ્‍લા વિકાસ અધિકારી નવલદાન ગઠવી, નાયબ વન સંરક્ષક ડો. સુનિલ બેરવાલ સહિતના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(11:04 AM IST)