હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
આટકોટ પાસે બોલેરોમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરતા ૪ પકડાયા
૧.૧૧ લાખનો દારૂ અને બોલેરો સહિત ૬.૬૧ લાખનો મુદામાલ કબ્જેઃ રૂરલ એલસીબીનો દરોડો

તસ્વીરમાં પકડાયેલ ચારે શખ્સો અને બોલેરો નજરે પડે છે.
રાજકોટ તા.૧૮: આટકોટ પાસે રૂરલ એલસીબીએ વોચ ગોઠવી બોલેરોમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરતા ૪ શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે ૧.૧૧ લાખનો દારૂ સહિત ૬.૬૧ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જરે પ્રોહી-જુગારની પ્રવળતીઓ સદંતર બંધ કરાવવા સુચના આપેલ હોય જે અન્વયે એલીસીબીના પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા, પો.સબ.ઇન્સ. એચ સી.ગોહીલ તથા આર.વી. ભીમાણીની રાહબરી હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસો આટકોટ પો.સ્ટે. વીસ્તારમાં પેટ્રોલીંગમાં હોય જે દરમ્યાન આટકોટ, ગોંડલ ચોકડી પાસે થી રોડ ઉપર થી હકિકત આધારે મહિન્દ્રા કંપની ની બોલેરો કાર રજી નં- જીજે-૦૩-એફકે-૧૬૪૪ વાળી માં ચોરખાનુ બનાવી ઇંગ્લીશ દારૂ નો જથ્થો ભરી નીકળતા ચાર ઇસમો (૧) લાલો સુરસિંગ બગેલ રહે. જવાનીયા ગામ ખાડા કળીયુ તા ભાભરા જી અલીરાજપુર એમ. પી. (૨) દીપુ મગનભાઇ અખાડિયા રહે. જવાનીયા પટેલ ફળિયું તા ભાભરા જી અલીરાજપુર એમ. પી. (૩) મુકેશ ઉર્ફે મુકામ અંતરભાઈ બામણીયા રહે.બડી જવારી ગામ બામણીયા ફળિયું તા.જોબટ જી.અલીરાજપુર એમ. પી. (૪) ઇક્રમ રઘુભાઈ અવાસીયા રહે. ગિરદા ગામ અવાસીયા ફળિયુ તા ભાભરા જી અલીરાજપુર એમ. પી.ને ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૪૨૨ કિ.રૂ.૧,૧૧,૪૦૮/- તથા બોલેરો મળી કુલ રૂ. ૬,૬૧,૪૦૮/- નો મુદ્દામાલ સાથે પકડી પાડી આટકોટ પોલીસે હવાલે કર્યા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
