હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
આગામી ત્રણ દિ'ઠંડી ઘટશે
આજે સવારે ભારે ઠાર હતો પણ... : માવઠાની હાલ કોઇ સંભાવના નથી

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા.૧૯: સંવત વર્ષના દેશી હિસાબે પોષ માસ એટલે શિયાળાનો ધોરી માસ ગણાતો હોય છે. જો કે પોષ માસ પુરો થઇ આજથી મહામાસ શરૂ થઇ ગયો છે. શિયાળાની સીઝન મોડી ચાલી રહી છે. વિતેલા દિવસોમાં ચોમાસુ વિદાય લઇ ચુકયા બાદ અમે આ માધ્યમમાં જ અહેવાલ આપેલ જેનું શિર્ષક હતું ‘‘ઓણસાલ શિયાળો લંબાશે''
હજુ શિયાળો જાન્યુઆરીના અંતભાગે ચરમ પર જોવા મળે તેવી સંભાવના છે. ત્યારે આગામી ૨૩ તારીખથી માવઠુ થવાની જે આગાહીઓ અન્યત્ર જોવા મળી હતી તે અંગે ફોરકાસ્ટ મોડેલોમાં જોતા પ્રજાસતાક પર્વ આસપાસ રાજયના કેટલાક વિસ્તારોમાં હળવા માવઠા જેવો માહોલ રચાય પણ ખરો અને માવઠુ ન પણ થાય. આવી બન્ને સંભાવનાઓ રહેલી છે. કારણ કે લોંગ પીરીયડ ફોરકાસ્ટ મોડેલ મોપ્સમાં ફેરફારો થતા જ હોય છે. રાજયમાં ઠંડી અંગે આઇએમડી અનુસાર આગામી ત્રણ દિવસ તાપમાનમાં બે થી ત્રણ ડીગ્રીનો વધારો ક્રમશઃ થશે. એટલે કે ઠંડી ઘટશે. પણ પવનોની ગતિને કારણે ઠંડીનો અનુભવ વધુ વર્તાશે. વળી ભેજવાળા પવનોને કારણે ઠાર અને ઝાકળ- ધુમ્મસ પણ જોવા મળશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
