હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ટંકારાના સાવડીમાં ‘હિટ એન્ડ રન': સાઇકલસવાર પ્રવિણભાઇ ગોહેલનું મોત
કારનો ચાલક ઠોકરે લઇ ભાગી ગયોઃ પ્રોૈઢે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દમ તોડયોઃ બાઇકસવાર બે મજુરને પણ ઇજા

રાજકોટ તા. ૧૯: ટંકારાના સાવડી ગામે હિટ એન્ડ રનની ઘટનામાં સાઇકલસવાર પ્રોૈઢનું ગંભીર ઇજા થતાં મોત થયું છે. અજાણ્યો કારનો ચાલક ઠોકરે લઇ ભાગી ગયો હતો. આ પ્રોૈઢે રાજકોટમાં સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. મૃતકના સગાના કહેવા મુજબ કારચાલકે અન્ય એક બાઇકને પણ ઉલાળી દેતાં તેના પર સવાર બે મજૂરોને પણ ઇજા પહોંચી હતી.
જાણવા મળ્યા મુજબ ટંકારાના સાવડી ગામે રહેતાં પ્રવિણભાઇ ઉગાભાઇ ગોહેલ (ઉ.વ.૫૧) તા. ૧૫ના રાતે પોણા એકાદ વાગ્યે ગામમાંથી સાઇકલ હંકારીને પૂલ પરથી ઘર તરફ આવી રહ્યા હતાં ત્યારે અજાણ્યો કારચાલક તેમને સાઇકલ સહિત ઉલાળીને ભાગી ગયો હતો. આ કારની ઠોકરે અન્ય એક ટુવ્હીલર પણ ચડી જતા બે મજૂરોને પણ ઇજા પહોંચી હતી. ગંભીર ઇજાગ્રસ્ત પ્રવિણભાઇને મોરબી ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ ગત મોડી રાતે તેમનું મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
મૃત્યુ પામનાર પ્રવિણભાઇ છ ભાઇ અને બે બહેનમાં બીજા હતાં. તે છુટક મજૂરી કરી ગુજરાન ચલાવતાં હતાં. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ટંકારા પોલીસને જાણ કરતાં તપાસ હાથ ધરવામાં આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
