<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th January 2026

ગિરનાર ૭.૭, અમરેલી ૯.૬ ડીગ્રીઃ સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઝાકળવર્ષા

લઘુતમ તાપમાનનો પારો અન્‍ય શહેરોમાં ઉંચો આવતા લોકોને ઠંડકમાં રાહત મળીઃ બપોરે ગરમીની અસર

રાજકોટ, તા., ૧૯: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજે ઠંડીમાં સામાન્‍ય રાહત અનુભવાઇ છે. આજે ગિરનાર પર્વત ઉપર ૭.૭, અમરેલી ૯.૬, રાજકોટ-જામનગરમાં ૧૩ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ : એક દિવસની રાહત બાદ ફરી આજે સવારે  ઠંડીમાં વધારો થતા ગિરનાર પર તાપમાન ઘટીને ૭.૭ ડિગ્રી નોંધાયું હતુ.

ગિરનાર પર રવિવારે લઘુતમ તાપમાન વધીને ૯.૬ ડિગ્રી નોંધાયા બાદ આજે સવારે તાપમાન ૧.૯ ડિગ્રી ઘટીને ૭.૭ ડીગ્રી થઈ જતા ફરી નવેસરથી પર્વતીય વિસ્‍તારમાં ઠંડીનું મોજુ ફરી વળ્‍યું હતું.

જુનાગઢમાં પણ સવારે લઘુતમ તાપમાન ઘટીને ૧૨.૭ ડિગ્રી નોંધાતા અને વાતાવરણમાં ભેજનું ઙ્કમાણ ૮૦ ટકા રહેવાના કારણે ગુલાબી ઠંડી અનુભવાય હતી. સવારથી જુનાગઢ વિસ્‍તારમાં પવનની પ્રતિ કલાકની ઝડપ ૩.૯ કિલોમીટરની રહેવા પામી હતી.

જામનગર

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્‍દ્ર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૩ ડીગ્રી, મહતમ ર૭, ભેજ ૮૪ ટકા અને પવનની ગતી પ.ર કી.મી. રહી હતી.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ગોહીલવાડ પંથકમાં ઠંડીનું જોર યથાવત રહયું છે.  આજે સોમવારે ભાવનગર શહેરનું લઘુતમ તાપમાન ૧૬.૬ ડીગ્રી નોંધાયું હતું. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૯ ટકા રહયુ઼ હતું. જયારે પવનની ઝડપ ૬ કી.મી. પ્રતી રહી હતી. 

કયાં કેટલી ઠંડી

શહેર લઘુતમ તાપમાન

ગિરનાર પર્વત  ૭.૭  ડિગ્રી

અમદાવાદ   ૧૪.૧  ડિગ્રી

અમરેલી     ૯.૬  ડિગ્રી

વડોદરા      ૧૪.૮  ડિગ્રી

જામનગર    ૧૩.૦ ડિગ્રી

રાજકોટ      ૧૩.૦ ડિગ્રી

ભુજ          ૧૫.૬  ડિગ્રી

દમણ        ૧૬.૨  ડિગ્રી

ડીસા         ૧૨.૩ ડિગ્રી

નલીયા       ૧૧.૨ ડિગ્રી

પોરબંદર    ૧૨.૮ ડિગ્રી

સુરત   ૧૫.૨ ડિગ્રી

(11:38 AM IST)