<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th January 2026

આટકોટમાં ભારે ઝાકળવર્ષા

આટકોટ  : શિયાળા નું પ્રથમ ભારે ધુમ્‍મસ છવાઈ હતી રાજકોટ ભાવનગર હાઈવે પર વાહન ચલાવવું મુશ્‍કેલ બન્‍યું હતું આગળ જતું વાહન દેખાતું ન હતું એટલું ધુમ્‍મસ છવાઈ હતી વાહનો હાઈવે પર ધીમી ગતિએ ચાલતાં ચાલતાં હતાં હાઈવે પણ ભીનાં થયાં હતાં પતરા પર થી ઝાકળ નાં પાણી પડ્‍યાં હતાં શિયાળું પાક ને જીરૂં ઘઉં ચણા ના પાકને નુકસાની થશે તેવું ખેડૂતોએ જણાવ્‍યું હતું આ ઝાકળ જોરદાર મોડે સુધી વરસ્‍યું હતું જેથી દસ વાગ્‍યા સુધી ઝાકળ નું વાતાવરણ રહ્યું હતું ત્‍યારબાદ આકાશમાં વાદળો છવાયા હતા ડબલ ઋતુ નો અનુભવ કર્યો હતો વિઝિબિલિટી ઘટી જતા વાહન ચાલકોને વાહન ચલાવો મુશ્‍કેલ બન્‍યું હતું લાઈટો ચાલુ રાખી વાહન ચલાવવું પડ્‍યું હતું.  (તસવીર : કરશન બામટા આટકોટ) 

(11:39 AM IST)