<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th January 2026

ઉનાના શિક્ષિકા જયોત્‍સનાબેન પટોળિયાને મોરારીબાપુના હસ્‍તે ચિત્રકૂટ એવોર્ડ

 

(નવીન જોષી દ્વારા) ઉના, તા.૧૯: પી.એમ. પ્રાથમીક કુમાર શાળાના શિક્ષિકા જયોત્‍સનાબેન નાથાભાઇ પટોળિયાને તલગાજરડા ખાતે એવોર્ડ વિતરણ સમારંભમાં પૂ. મોરારીબાપુના હસ્‍તે ચિત્રકુટ એવોર્ડ એનાયત કરીને તેનું શાલ ઓઢાડીને સન્‍માન  કરવામાં આવ્‍યુ હતું. જયોત્‍સનાબેનને શિક્ષક માટે ચિત્રકુટ એવોર્ડ એનાયત કરાયો હતો.

પી. એમ. શ્રી, પ્રાથમિક કુમાર શાળા નબર ૧ ઉપ શિક્ષક તરીકે ફરજ બજાવતા જ્‍યોત્‍સના બેન નાથાભાઈ પટોળિયા નું  ના તલ ગાજરડા ગામે પૂ. મોરારી બાપુ દ્વારા ચિત્રકુટ એવોર્ડ ૨૬ સમારોહનું ચિત્ર કૂટ એવોર્ડ થી સન્‍માન કરવામાં આવ્‍યું હતું.ં આ સમારોહ માં પૂજ્‍ય મોરારીબાપુ,ગુજરાત સરકાર ના કળષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, ધારાસભ્‍ય શીવાભાઈ ગોહિલ, સીતારામ બાપુ, શિક્ષક  સંઘ ના પ્રમુખ દિગ્‍વિજય સિંહ જાડેજા, ઊના તાલુકા શિક્ષક સંઘ ના પ્રમુખ કિશોર ભાઈ ચારણીયા વિગેરે આગેવાનો ની હાજરી  આપી હતી.

 પૂજય મોરારી બાપુ, સીતારામ બાપુ, જીતુભાઈ વાઘાણી હસ્‍તે ઊના ના શિક્ષિકા જ્‍યોત્‍સના બેન નાથાભાઈ પટોળિયા ને ચિત્રકુટ એવોર્ડ, સન્‍માન પત્ર અને રૂપિયા ૨૫૦૦૦/નો ચેક અને શાલ ઓઢાડી સન્‍માન કર્યું હતું. આ સન્‍માન થી ગીર સોમનાથ જિલ્લા અને ઊના તાલુકા નું ગૌરવ વધાર્યું હતું. અગાઉ જ્‍યોત્‍સના બેનને રાજ્‍ય કક્ષા એ પર્યાવરણ સંરક્ષણ પ્‍લાસ્‍ટિક મુકત શાળા, વળક્ષો નું વાવેતર સંવર્ધન અંગે એવોર્ડ મળી ગયા છે.

(11:41 AM IST)