<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th January 2026

ર૦૦૧માં શુક્રવારની સવારે આવ્‍યો હતો એ ભયાનક ભૂકંપ

હાલના વર્ષ ર૦ર૬ની ર૬મી જાન્‍યુઆરી અર્થાત છવ્‍વીસમાં વર્ષે પણ આ ભૂકંપ ભૂલાતો નથી

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૧૯ :.. થોડા દિવસ બાદ પ્રજાસત્તાક પર્વની ઠેરઠેર ઉજવણીઓ થશે. છવ્‍વીસ પૂર્વેના ર૦૦૧ ના પ્રજાસત્તાક પર્વની ઉજવણી ગુજરાતમાં કેવી થઇ હતી ? એ ભૂતકાળ પણ જાણવા જેવો છે. ર૦૦૧ ની છવ્‍વીસમી જાન્‍યુઆરીના દિવસે કયાંક પ્રસજાસત્તાક પર્વની, ધ્‍વજવંદનની તૈયારીઓ ચાલી રહી હતી. તો કયાંક ધ્‍વજવંદન થઇ રહ્યું હતું તો કયાંક ધ્‍વજવંદન બાદના સાંસ્‍કૃતિક કાર્યક્રમની તૈયારીઓ થઇ રહી હતી.

સમય સવારે ૮ વાગીને છેતાલીસ મિનીટનો થયો, શુક્રવારની આ સવારે ગુજરાતની ધરતી અચાનક ધ્રુજાવા માંડી, પેટાળમાં ગર્જના સાથેની, માનવીને દિશા શૂન્‍ય કરી નાનારી માત્ર દોઢેક મિનીટની આ ધ્રુજારી રહી અને તેણે ઠેરઠેર તબાહીના દ્રશ્‍યો સર્જી દીધા. અનેક મકાનો ધ્‍વંસ થયા. અનેકોના જીવ ગયા. હાલના ર૦ર૬ ના વર્ષની આવનારી છવ્‍વીસમી જાન્‍યુઆરીના દિવસે આ ભયાનક ભૂકંપ ના રપ વર્ષ પુરા થઇ છવ્‍વીસમી જાન્‍યુઆરીના દિવસે આ ભયાનક ભૂકંપ ના રપ વર્ષ પુરા થઇ છવ્‍વીસમું શરૂ થશે. આટલા વર્ષોના વ્‍હાણા વાયા છતાં એ ભયાકન ભૂકંપ હજુયે ભૂલી શકાય તેવો નથી. હજુ બે દિ' પહેલા જ ખાવડા નજીકના એપી સેન્‍ટરે ૪.૧ ની તિવ્રતાનો ભૂકંપીય આંચકો થોડા દિવસો પૂર્વે રાજકોટ જીલ્લાના જ કેટલાક ગામોની ધરતી પર લગલગાટ હળવા આંચકાઓ આવેલા. થોડા દિ' પહેલા અરબ સાગરમાં એપી સેન્‍ટર ધરાવતો હળવો આંચકો આવેલો. વળી થોડા દિવસો પહેલા જ સીસ્‍મોલોજી સંશોધનના દેશના ભૂકંપ માટેના સંવેદનશીલ ઝોનની નવી યાદી મુજબ ગુજરાતના કચ્‍છને સંવેદનસીલ ઝોનમાં સમાવેશ કરાયો છે.

આ બધી ઘટનાઓ ર૦૦૧ ના ૭.૮ ની તિવ્રતાના મહા ભયાનક ભૂકંપને સ્‍મૃતિપટ પર તાઝો કરે છે. થોડા દિવસ પૂર્વે આરબ સાગરમાં કેન્‍દ્ર બિંદુ ધરાવતા એક હળવા આંચકાએ ર૦૧૧ માં જાપાનમાં સર્જાયેલી સુનામી ને પણ તાઝી કરાવી છે. કારણ કે સમુદ્રમાં કેન્‍દ્રબિંદુ ધરાવતો ભૂકંપ આવે તો તે સુનામી જ સર્જે. ૧૬૦૦ થી વધુ કિ. મી.નો સમુદ્ર કાંઠો ધરાવતા ગુજરાતના દરીયાકાંઠાના શહેરોમાં સુનામી સર્જાયે સમુદ્રના પાણી તેમાં વગર વરસાદે ફરી વળે.

ર૦૦૧ નો ભુકંપ પ્રજાસત્તાક પર્વને દિવસે આવેલો તે દિ' શુક્રવાર હતો. અને જાપાનમાં ર૦૧૧ માં ભૂકંપથી જ સર્જાયેલી સુનામીના દિવસે પણ વાર હતો શુક્રવાર.

(2:41 PM IST)