હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જમીન NA ખાયકીના ખેલમાં ACBએ સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટરના સમયની વિગતો મંગાવી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧૯ :.. સુરેન્દ્રનગરઇડીએ બિનખેતીના હિસાબી પુરાવા સાથે તત્કાલિન કલેકટર સહિત ચાર સામે એસીબીમાં ફરિયાદ નોંધાવ્યા બાદ આ પુરાવા પૂર્વ કલેકટરના સમયના હોવાનું સામે આવતા જિલ્લા કલેકટર કચેરીએથી વિગતો મંગાવતા નવાજૂનીના એંધાણ વર્તાઇ રહયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ત્યાં ઇડીએ રેડ કરતા ૬૭.૫૦ લાખ રોકડા અને આ રૂપીયા જેના માટે લીધાનું જણાવ્યુ એ બિનખેતીના સર્વે નંબર, એના માટે લીધેલી રકમના આંકડા, મળતીયાના નામ સાથેની સીટો મળી હતી.
આ સીટો જોડી ઇડીએ તત્કાલીન કલેકટર રાજેન્દ્ર પટેલ સહિત ૪ સામે સુરેન્દ્રનગર એસીબીમાં ફરીયાદ નોંધાવી હતી. ત્યારબાદ સીટોની વિગતોની તપાસ કરાવતા તેમાં લખેલો હિસાબ જિલ્લાના પૂર્વ કલેકટર કે. સી. સંપટના સમયનો હોવાનું ધ્યાને આવ્યું હતું.
આના આધારે એસીબી દ્વારા પુર્વ કલેકટર કે. સી. સંપટના સમયની આ બિન ખેતી સહિતની વિગતો સુરેન્દ્રનગર કલેકટર કચેરીએથી મંગાવાઇ છે. જેથી પૂર્વ કલેકટર સંપટ સામે કેવા પગલા લેવાય છે અને આવક કરતા વધારે સંપતિની તપાસ થાય છે કે કેમ? એની સામે જિલ્લાભરના લોકોની નજર મંડાયેલી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
