હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બિહાર ચૂંટણીની ભવ્ય જીત બાદ ભીખુભાઈ દલસાણીયા બેટ દ્વારકાના દર્શને

(આલાપ ભરતભાઈ બારાઈ દ્વારા) ઓખા, તા.૧૯: બિહાર રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક તથા ભવ્ય જીત બાદ બિહાર રાજ્યના સંગઠન મહામંત્રી તેમજ વર્ષો સુધી ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે કાર્ય કરી અનેક કાર્યકરોને વિચાર, સંસ્કાર અને સંગઠનના મૂલ્યો સાથે ઘડનાર, અત્યંત નમ્ર અને કર્મઠ વ્યક્તિત્વ ધરાવતા ભીખુભાઈ દલસાણીયાએ ે પવિત્ર દેવભૂમિ દ્વારકા તથા બેટ દ્વારકાની મુલાકાત લીધી હતી.
ભીખુભાઈ દલસાણીયા સાહેબે પવિત્ર બેટ દ્વારકાધીશ મંદિરમાં દર્શન-પૂજન કરી દેશ, રાજ્ય તથા ભારતીય જનતા પાર્ટીની સતત પ્રગતિ, સંગઠનની મજબૂતી અને જનસેવાના કાર્યો માટેપ્રાર્થના કરી હતી.
આ પ્રસંગે શ્રી હેમભા વાઢેર સાથે તેમની શુભેચ્છાત્મક મુલાકાત યોજાઈ હતી. બેટ દ્વારકા ખાતે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ શ્રી મયુરભાઈ ગઢવી પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા.
તદુપરાંત દ્વારકા જગત મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો રમેશભાઈ હેરમા તથા અક્ષયભાઈ બારાઈ દ્વારા શ્રી ભીખુભાઈ દલસાણીયાનું ઉષ્માભર્યું સ્વાગત તથા અભિવાદન કરવામાં આવ્યું હતું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
