<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th January 2026

કચ્છના વિકાસની ખૂટતી તમામ કડીઓ જોડવા ખાતરી આપતા પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયા : કચ્છ ભાજપ દ્વારા પ્રભારી મંત્રીનું અભિવાદન કરાયું

વિકાસ માટે ના મુદ્દાઓ પર વિશેષ ચર્ચાઓ કરી કચ્છ નો વધુ ને વધુ વિકાસ થાય તેવા તમામ કાર્યો માં જિલ્લા ભાજપ સંગઠન સરકાર સાથે સંકલન સાધી કાર્ય કરશે તેવી ખાત્રી આપી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૯ : ગુજરાત સરકારમાં મંત્રી મંડળ ના વિસ્તરણ બાદ નવા મંત્રી મંડળમાં સ્થાન મેળવનાર અને કચ્છ ના પ્રભારી મંત્રી તરીકે જવાબદારી મળ્યા બાદ કચ્છ આવેલા પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયા એ જિલ્લા ભાજપ કાર્યાલય ની શુભેચ્છા મુલાકાત લેતા જિલ્લા ભાજપ દવારા તેમનું ઉમળકાભેર સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. 

પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ મુલાકાત દરમિયાન આગેવાનો અને કાર્યકરો સાથે મળી શુભેચ્છાઓ ની આપ લે કરી હતી અને આગામી દિવસોમાં સૌ સાથે મળી કચ્છ જિલ્લા ને વિકાસની નવી ઊંચાઈએ લઇ જવા આહવાહન કર્યું હતું અને આ માટે ખૂટતી તમામ કડીઓ જોડવામાં આવશે તેવી ખાતરી આપી હતી. 

કચ્છ કમલમ ખાતે યોજાયેલા સમારોહ માં જિલ્લા ભાજપ અધ્યક્ષ  દેવજીભાઈ એ પ્રભારી મંત્રી શ્રી નું સ્વાગત અભિવાદન કરી આપણા જ સંસદીય ક્ષેત્ર ના ધારાસભ્ય પ્રભારી મંત્રી તરીકે મળવા બદલ વિશેષ આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે પણ આગામી દિવસોમાં ચોક્કસ પણે પ્રભારી મંત્રી ના માર્ગદર્શન મેળવી, વિકાસ માટે ના મુદ્દાઓ પર વિશેષ ચર્ચાઓ કરી કચ્છ નો વધુ ને વધુ વિકાસ થાય તેવા તમામ કાર્યો માં જિલ્લા ભાજપ સંગઠન સરકાર સાથે સંકલન સાધી કાર્ય કરશે તેવી ખાત્રી આપી હતી. ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે પણ પ્રભારી મંત્રી નું સ્વાગત કરી ક્ચ્છ જિલ્લા ના પ્રાણ પ્રશ્નો ને પ્રભારી મંત્રી શ્રી માધ્યમ અને સાથ થી ઝડપી નિવેડો લેવામાં આવશે તેવું જણાવ્યું હતું. આ કાર્યક્રમ માં જિલ્લા પંચાયત ના પ્રમુખ જનકસિંહ જાડેજા, અબડાસા ધારાસભ્ય પ્રદુમનસિંહ જાડેજા, જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ, પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, જિલ્લા ભાજપ ના હોદેદારો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના હોદેદારો, સદસ્યો, વિવિધ મોરચાના આગેવાનો, દરેક મંડળના હોદેદારો સહિત મોટી સંખ્યામાં આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હોવાનું કચ્છ જિલ્લા ભાજપના મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવી તેમજ સહ ઇન્ચાર્જ ચેતનભાઈ કતીરા ની યાદીમાં જણાવાયું હતું.

(2:14 PM IST)