હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
શ્રી સોમનાથદાદાના સાનિધ્યમાં રૂા. ૧૧૦૦૦માં લગ્નની સુવિધા
શ્રી સોમનાથ મહાદેવ ટ્રસ્ટ દ્વારા અનેકવિધ સુવિધા : લાખો રૂપિયાના ખર્ચના બદલે સૌને પરવડે તેવા કિંમતમાં લગ્ન કરી અપાશે

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા. ૧૯: સોમનાથ દાદા ના સાંનિધ્યમાં ટ્રસ્ટ દ્વારા ફકત રૂા. ૧૧૦૦૦ માં વૈદોકેત પધ્ધતીથી લગ્ન કરી દેવામાં આવશે જેમાં અનેક સુવિધાઓ અપાય છે સૌથી મહત્વ ની કામગીરી જે નગરપાલિકા પાસે પ્રમાણપત્ર લેવાનું હોય છે તે પણ કરી આપવામાં આવે છે તેમજ પવિત્ર તીર્થ ધામાં સાવ નજીવા ખર્ચે આખી લગ્ન વીધી થઈ જતી હોય જેથી મોટી સંખ્યામાં પરીવારોએ તેનો લાભ લીધો છે મહત્વની સુવિધાએ છેકે આવનાર પરીવારોને તેમજ જાનૈયાઓને શુધ્ધ ગુજરાતી ભોજન સાવ નજીવા ખર્ચે મળે તે માટે પણ અતિથી ભવન માં વ્યવસ્થા કરાયેલ છે. સોમનાથ ટ્રસ્ટ ના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા એ જણાવેલ હતું વિશ્વ પ્રસીધ્ધ યાત્રા ધામમાં દીકરીઓના લગ્ન ખુબજ સારી રીતે ઓછા ખર્ચે થઈ શકે તે માટે અને દરેક સમાજ માટે આવકાર દાયક સરાહનીય નિર્ણય ધણા વખત કરવામાં આવેલ છે ફકત રૂા. ૧૧૦૦૦ માં વૈદોકેત પુર્ણાનોતક લગ્ન ટ્રસ્ટ ના પંડીતો દ્વારા કરાઈ દેવામાં આવશે ટ્રસ્ટ દ્વારા ટુરીસ્ટી ફેસેલીટીમાં વિશાળ લગ્ન હોલ બનાવવામાં આવેલ છે જેમાં લગ્ન વીધી માટે આધનીક સુશોભીત લગ્ન હોલ, સ્ટેજ, ચોણી, મહારાજા ખુરશી,લગ્ન વીધી ની સામગ્રી,મહેમાનો માટે ની ખુરશી વ્યવસ્થા હારતોરણ લગ્ન છાબ ૫૦ ફોટોગ્રાફસ અને ડેટા સીડી સંસ્થાનું પ્રમાણપત્ર સોમનાથ ભગવાનો પ્રસાદ વર કન્યા માટે ફુલહાર ૨૫૦ગ્રામ મીઠાઈ ખેસ આતંરપટ જેવી સુવિધા આપવામાં આવશે તેમજ નગરપાલિકા નોધણી પ્રમાણપત્ર પણ સ્થળ ઉપર એનાયત કરવામાં આવશે. આજના ઝડપી જમાનામાં લગ્નો ના પ્રસંગો ખુબજ મોધા જઈ રહેલ છે ત્યારે વિશ્વ નું પ્રથમ જયોતીલીગ સોમનાથ મહાદેવ ના સાંનિધ્યમાં દરીયાકિનારે ખુબજ શુધ્ધ વાતવરણ માં ડેસ્ટીનેશન લગ્ન નો લાભ મળી શકે છે ટ્રસ્ટ દ્વારા આ મહત્વનો નિર્ણય લેવાયા પછી ખુબજ મોટી સંખ્યામાં પરીવારો દ્વારા તેનો લાભ લેવાયેલ છે.
જાનૈયા તથા મામેરીયા પરીવારો ને ભોજન માટે પણ બીજી કયાં સ્થળ ન ગોતવા પણે અને નજીક માં ટ્રસ્ટના ભોજનાલયો શુધ્ધ ગુજરાતી થાળી સસ્તા દરે આપે છે તેમાં મીષ્ઠાન ની પણ વ્યવસ્થા કરવામાં આવે છે ખુબજ આધુનીક દરીયાપાસે આવેલ સાગરદર્શનમાં પણ ગુજરાતી, પંજાબી સહીત અનેક ભોજન વ્યવસ્થાઓ પણ છે ત્યાં પણ પરીવારો પોતાનો ભોજન સમારંભ યોજી શકે છે આટલી મોટી સુવિધા આજના મોંઘવારી પ્રમાણે લાખો રૂપીયામાં થાય છે પણ ફકત રૂા. ૧૧૦૦૦ માં ટ્રસ્ટ દ્વારા વેદોકત પધ્ધતીથી લગ્નનું આયોજન પરીવારો માટે આર્શિવાદ રૂપ બનેલ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
