હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગજેરા કેમ્પસ-વિદ્યાસભાનો નેશનલ કક્ષાએ અવિરત ડંકોઃ હેન્ડબોલ- ભાઇઓની સ્પર્ધામાં નેશનલ કક્ષા મેડલ જીતી અમરેલી જિલ્લાનું ગૌરવ વધાર્યું

અમરેલી :.. અંડર-૧૪ ભાઈઓ હેન્ડબોલ નેશનલ કક્ષા સ્પર્ધાનું આયોજન રાજસ્થાન રાજ્યના ચિત્તોડગઢ ખાતે કરવામાં આવ્યું હતું. દેશભરના અલગ-અલગ રાજ્યોની શ્રેષ્ઠ શાળાકીય હેન્ડબોલ ટીમોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં ગજેરા કેમ્પસ - વિદ્યાસભાના ખેલાડીઓએ ગુજરાત રાજય તરફથી ટીમમાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં કટોકટીના મુકાબલા વચ્ચે ગુજરાતની અંડર-૧૪ ભાઈઓ હેન્ડબોલ ટીમે સતત શ્રેષ્ઠ પ્રદર્શન કરી ફાઇનલ સુધીનો સફર સફળ બનાવી ને રજત પદક મેળવી રાજ્યનું ગૌરવ વધાર્યું છે. જેમાં આ સંસ્થાના (૧)ડુડવે નરેશ-ધો-૭ ગુજરાતી માધ્યમ, (૨) હુંબલ દિવ્યેશ ધો-૯ ગુજરાતી માધ્યમ અને (૩) જળુ સિદ્ધરાજ ધો-૮ ગજેરા કેમ્પસ વિદ્યાસભા જ્ઞાનશક્તિ સ્કૂલની આ ગૌરવપૂર્ણ સિદ્ધિમાં અમરેલી જિલ્લા ગજેરા કેમ્પસ-વિદ્યાસભા સ્પોર્ટ્સ સ્કૂલ ની વિશેષ ભૂમિકા રહી છે. ગુજરાતની ટીમમાં ગજેરા કેમ્પસના ત્રણ પ્રતિભાશાળી ખેલાડીઓની પસંદગી થવી એ ગર્વની બાબત બની છે. યોધ્ધાઓએ નેશનલ કક્ષાએ મેડલ જીતી અમરેલી જિલ્લાનું નામ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ઉજાગર કર્યું છે. આ સિદ્ધિ દ્વારા ફરી એકવાર નેશનલ કક્ષાએ પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. સંસ્થામાં તજજ્ઞો દ્વારા શિક્ષણ કાર્ય તેમજ વિદ્યાર્થીઓએ રમત-ગમત ક્ષેત્રે સતત અનુભવી કોચ દ્વારા પ્રશિક્ષણ મેળવી સિદ્ધિઓ પ્રાપ્ત કરેલ છે તે બદલ સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મંત્રીચતુરભાઈ ખૂંટ, મનસુખભાઈ ધાનાણી તેમજ કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીએ હેન્ડબોલ ખેલાડી ટીમ, તેમજ કોચ રવિભાઈ નાવડિયા અને ટ્રેનર કમલેશભાઈ ભાલીયા, ભૂમિબેન ડાંગરને અભિનંદન પાઠવ્યા હતા. તેમ વિદ્યાસભાની યાદી જણાવે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
