હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચલાલા પાલિકાના પ્રમુખપદે ભુમીબેન વાળાની વરણીઃ દાન મહારાજની જગ્યાના દર્શને

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા.૧૯: ચલાલા નગર પાલિકામાં પ્રમુખ પદને લઈને ભાજપના જ સભ્યો વચ્ચે ખેંચાખેચી ચાલી રહી હતી પૂર્વ મહિલા પ્રમુખ નયનાબેન વનરાજભાઈ વાળા સામે કેટલાક સદસ્યોએ નારાજગી વ્યક્ત કરી હતી તેમણે જિલ્લા કલેકટર ને રાજીનામું આપ્યું હતું.
આ રાજીનામા બાદ પ્રમુખ પદ માટે ફરી ચૂંટણી જાહેર કરવામાં આવી હતી આજે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી જેમાં ૨૪ સભ્યોમાંથી ૧૮ સભ્યો હાજર રહ્યા હતા અને ૬ સભ્યો ગેરહાજર હતા ભૂમિબેનવાળાએ પ્રમુખ તરીકે ફોર્મ રજૂ કરતા હાજર રહેલા તમામ સભ્યોએ તેમને સમર્થન આપ્યું હતું. જેના પરિણામે તેમની સર્વાનુમતે આવતા દોઢ વર્ષ માટે પ્રમુખ તરીકે નિમણૂક થઈ હતી ભૂમિબેન જયરાજભાઈ વાળા ની પ્રમુખ તરીકે નિમણૂક થતા કાર્યકરો શુભેચ્છ કો અને સમર્થકો એ ફૂલડે વધાવ્યા હતા અને મોં મીઠા કરાવી સન્માનિત કર્યા હતા.
આ પ્રસંગે ધારાસભ્ય જેવી કાકડિયા અને દાન મહારાજની જગ્યા ના મહંત મહાવીર બાપુ પણ ઉપસ્થિત રહ્યા હતા સ્થાનિક અને દાન મહારાજની જગ્યામાં નવનિયુક્ત મહિલા પ્રમુખ સહિતના આગેવાનો એ અને સદસ્ય ઓએ દર્શન કરી આશીર્વાદ લીધા હતા નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ અને અમરેલી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પૂર્વ મહામંત્રી જયરાજભાઈ વાળા એ જણાવ્યું હતું કે પ્રદેશ ભાજપ નેતળત્વ અને ધારાસભ્ય જે વી કાકડિયા માર્ગદર્શન હેઠળ તેમના પર વિશ્વાસ મૂકીને પ્રમુખ તરીકે જવાબદારી સોંપવા માં આવી છે.
તેમણે શહેરના વિકાસ કરવા અધૂરા કામો વહેલી તકે પૂર્ણ કરવા અને ભાજપે મૂકેલા વિશ્વાસ માં ૧૦૦ ટકા નિષ્ઠા અને જવાબદારી પૂર્વક કામ કરવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી તેમણે ૨૪ સભ્યો ના સહકાર બદલ આભાર માન્યો અને આગામી દિવસો માં ચલાલા નગર પાલિકા વિકાસના કામોને ધારાસભ્ય ના માર્ગદર્શન મુજબ આગળ વધારશે તેમ જણાવ્યું હતું શહેરીજનોની આશા અપેક્ષા ઓ મુજબ નવનિયુક્ત મહિલા પ્રમુખની વરણી થતા શહેરીજનોમાં હરખ જોવા મળી હતી અને નવા વિકાસ કામો સાથે સુવિધાયુક્ત અને નંદનવન શહેર બને તેવી આશાઓ બંધાણી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
