News of Monday, 19th January 2026
ધ્રોલના ચામુંડા પ્લોટમાં રહેતા અને હત્યાના કેસમાં જેલમાં સજા કાપતા કેદીનું કેન્સરની બીમારીથી મોત

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા.૧૯: જામનગર જિલ્લાના ધ્રોલ શહેરમાંથી એક કરુણ સમાચાર સામે આવ્યા છે, જેમાં હત્યાના કેસમાં જામનગર જિલ્લા જેલમાં સજા કાપી રહેલા એક કેદીનું ગંભીર બીમારીને કારણે અવસાન થયું છે. મળતક કેદી મોઢાના કેન્સરથી પીડાતા હતા અને બીમારી ગંભીર બનતા તેમને સારવાર માટે જેલમાંથી ઘરે મોકલવામાં આવ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, ધ્રોલના ચામુંડા પ્લોટ વિસ્તારમાં રહેતા મુન્નાભાઇ ભીખાભાઇ સોલંકી (ઉં.વ. ૪૦) હત્યાના ગુનામાં જામનગર જિલ્લા જેલમાં સજા હેઠળ હતા. જેલવાસ દરમિયાન તેમને મોઢાનું કેન્સર હોવાનું નિદાન થયું હતું. તબિયત વધુ લથડતા અને કેન્સર અંતિમ સ્ટેજમાં પહોંચી ગયું હોવાથી, તેમને જેલમાંથી મુક્ત કરી ઘરે રહી સારવાર કરાવવાની મંજૂરી આપવામાં આવી હતી. છેલ્લા બે-ત્રણ દિવસથી તેમના મોઢામાં રહેલી કેન્સરની ગાંઠ ફૂટી જવાને કારણે તેઓ કશો જ ખોરાક લઈ શકતા ન હતા અને અત્યંત પીડામાં હતા.
આ દરમિયાન તા. ૧૮/૦૧/૨૦૨૬ ના રોજ રાત્રિના અંદાજે ૧૧:૧૦ વાગ્યાની આસપાસ પોતાના ઘરે જ તેમનું મળત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મળતકના ભાઈ નારણભાઇ ભીખાભાઇ સોલંકીએ ધ્રોલ પોલીસને જાણ કરી હતી. આ ઘટનાને પગલે ધ્રોલ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ. જે.ડી.ગોગરાએ ગુનો નોંધી આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(1:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
